વડોદરાઃપારૂલ યુનિ.માં વિદેશી વિદ્યાર્થીનો આપઘાત,ભણતરના ભારમાં ભરેલું પગલું

Apr 09, 2017 04:05 PM IST | Updated on: Apr 09, 2017 04:05 PM IST

વડોદરાઃ છેલ્લા ઘંણા સમયથી અનેક વિવાદોથી ઘેરાયેલ વાઘોડિયા રોડ પર આવેલ પારૂલ યુનિવસીર્ટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ફરી ચર્ચામાં આવી છે.અભ્યાસનાં કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવી છે.

parul aapgat

વડોદરાઃપારૂલ યુનિ.માં વિદેશી વિદ્યાર્થીનો આપઘાત,ભણતરના ભારમાં ભરેલું પગલું

પોલીસે ડીગ્રી એન્જીનિયરીંગનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો 22 વર્ષિય જીટે સકાલા મુળ ઝામ્બિયાનો છે અને છેલ્લા બે વર્ષોથી તે પારૂલ યુનિવસીટ્રીમાં અભ્યાસ કરતો હતો. જેટી સકાલા અભ્યાસનાં કારણે છેલ્લા કેટલાક સમયથી દબાણ અનુભવતો હતો. પોતાનાં માતા- પિતાને સંબોધીને અંતિમ સુસાઇડ નોટમાં અભ્યાસમાં અપેક્ષા પુર્ણ કરવામા નિષ્ફળ જવાનું દુખ વ્યકત કર્યું હતુ. પોલીસે એફએસએલ ટીમની પણ મદદ લીધી છે.

જો પ્રાથમિક તારણમાં વિર્ઘાથીએ અભ્યાસનાં દબાણમાંજ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વિદ્યાર્થીને પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી સાથે ઝામિબ્યા એમ્બેસી અને તેનાં પરિજનો ને પણ જાણ કરી દીઘી છે.

સુચવેલા સમાચાર