અમદાવાદની આ ભેજાબાજએ વડોદરાના બિલ્ડરને લગાવ્યો રૂ.32લાખનો ચૂનો

Apr 03, 2017 06:01 PM IST | Updated on: Apr 03, 2017 06:01 PM IST

વડોદરાઃચિટીંગ કવીન પારોમીતા ચક્રવર્તીની વધુ એક ચાલાકી સામે આવી છે.વડોદરામાં કંસ્ટ્રકશનનો ધંધો કરતા બિલ્ડરને ચિટીંગ કવીન પારોમીતાએ 10 કરોડના બોગસ ડીડી બનાવી સાચા બતાવી વિશ્વાસમાં લઈ 32 લાખ પડાવી લઈ છેતરપીંડી કરવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ખડભડાટ મચી જવા પામ્યો છે.

વડોદરાના બાજવાડામાં રહેતા રમેશભાઈ શાહ સાથે અમદાવાદમાં રહેતી ભેજાબાજ પારોમીતા ચક્રવર્તીની મુલાકાત રાજયના મંત્રી અને જાણીતા ધારાશાસ્ત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસમાં થઈ હતી.તે દરમિયાન ચીંટીગ કવીન પારોમીતા અને તેના વકીલ રાજકુમાર ચૌમલનાઓએ રમેશ શાહ અને તેમના મિત્ર સંદીપ પટેલને વિશ્વાસમાં લીધા હતા. જો કે આ દરમિયાન ઓફિસમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હાજર ન હતા.

અમદાવાદની આ ભેજાબાજએ વડોદરાના બિલ્ડરને લગાવ્યો રૂ.32લાખનો ચૂનો

ચિટીંગ કવીન પારોમીત ચક્રવર્તીએ રમેશ શાહ પાસેથી 14 લાખ રૂપિયાના બદલામાં ચેક આપ્યો હતો.જે ચેક રમેશ શાહએ બેકમાં જમા કરાવતા બાઉસ થયો હતો.જેથી રમેશ શાહે પારોમીતા પાસે રૂપિયાની વારંવાર માંગણી કરવા છતાં પણ ન આપતા તેમને સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.ચિટીગ કવીન પારોમીતા અગાઉ મુબઈ ખાતે હત્યાના એક ગુનામાં 4 વર્ષની સજા ભોગવી ચુકી છે.તેમજ તેના વિરુધ્ધ વર્ષ 2014માં હજયાત્રીઓને સસ્તા ભાવે ટીકીટો અપાવાની લોભામણી લાલચ આપી 2 કરોડની છેતરપીંડી કરવાનો ગુનો વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો હતો.

અમદાવાદના નારોલમાં રહે છે પારોમીતા

ચિટીંગ કવીન પારોમીત હાલ અમદાવાદના નરોડામાં રહે છે અને નરોડાના ગેલેક્ષી આર્કેડમાં એડોનાઈ ગ્રુપ્સ નામથી ઓફિસ ચલાવે છે.જેથી પોલીસે ચિટીંગ કવીન પારોમીતા અને તેના વકીલ સામે તેમના આશ્રયસ્થાન અને ઓફિસ ખાતે તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર