કેદીઓના પરિવારને પ્રજાસત્તાક પર્વની ભેટ,439 કેદીઓને સજા માફી

Jan 25, 2017 05:21 PM IST | Updated on: Jan 25, 2017 08:12 PM IST

ગાંધીનગરઃરાજ્યની વિવિધ જેલોમાં સજા ભોગવતા 439 કેદીઓને સજામાફી રાજ્ય સરકાર દ્વારા કરાઇ છે. પ્રજાસત્તાક પર્વના એક દિવસ અગાઉ આજે રાજ્ય સરકારે આ જાહેરાત કરી કેદીઓના પરિવારને મોટી ભેટ આપી છે. જો કે કેદીઓના નામ જાહેર કરાયા નથી.

ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી છે.રાજ્ય સરકારે સજામાફીનો નિર્ણય લીધો છે. જેમાં 75 ટકા જેટલી સજા ભોગવી ચૂકેલા 110 કેદીઓની સજા માફ કરાઈ છે.આજીવન કેદની સજામાં 12 વર્ષ પૂર્ણ કરેલ 243 કેદીઓની સજા માફ કરાઈ છે.કેદીઓની સજા માફ કરવામાં આવતા પરિવારજનોમાં આનંદ પ્રસર્યો છે. નોધનીય છે કે દરવર્ષે અમુક કેદીઓને સરકાર દ્વારા સજા માફ કરાતી હોય છે. ઉમર લાગય કેદીઓને તેમનો લાભ મળતો હોય છે.

કેદીઓના પરિવારને પ્રજાસત્તાક પર્વની ભેટ,439 કેદીઓને સજા માફી

રાજ્ય સરકારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ જેલોમાંથી 439 કેદીઓની સજા માફીનો નિર્ણય લીધો છે. જેમાં આજીવન સજા ભોગવતી 21 મહિલા કેદીઓનો પણ સમાવેશ થાય છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આજે આ જાહેરાત કરી હતી કે 439 કેદીઓની સજા માફીનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા પણ આવો નિર્ણય વર્ષ 2007 અને 2010 માં લેવાયો હતો.

આજીવન કેદની સજા ભોગવી રહેલા 243 કેદીઓની સજા માફીનો નિર્ણય લેવાયો છે. તો સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યની વિવિધ જેલોમાં 12 હજારથી વધુ કેદીઓ છે અને તેમની સુરક્ષાને લઇને સરકાર દ્રારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. જો કે આ સજા માફીમાં રીઢા ગુનેગારો કે કેન્દ્રીય કાયદાઓ નીચે પકડાયેલા આરોપીઓનો સમાવેશ થતો નથી.

સુચવેલા સમાચાર