અમદાવાદઃપાણીપુરીના પાણીમાંથી મળ્યું ટોઇલેટ ક્લિનર!

Feb 06, 2017 06:32 PM IST | Updated on: Feb 07, 2017 01:31 PM IST

અમદાવાદઃ જો તમે પાણીપુરી ખાવાના બહુ શોખીન હોય તો જરૂર તમારે સાવધાન થવાની જરૂર છે. નહી તો તમારુ સ્વસ્થ્ય શરીર પથારીવસ બની શકે છે. પાણીપુરીનો સ્વાદ તમારા માટે મુસિબત નોતરી શકે છે. કેમ કે એ ચોકાવનારુ સત્ય સામે આવ્યું છે કે પાણીપુરીના પાણીમાં ટોઇલેટ ક્લિનર મિસ્ક કરાય છે. જો કે કોર્ટ દ્વારા આ પાણીપુરીવાળાને 6 મહિનાની સજા ફટકારવામાં આવી છે. અમદાવાદના વિસ્તારમાંથી 2009માં પાણીપુરીના પાણીનું સેમ્પલ લેવાયું હતું. જેમાં ટોઇલેટ ક્લિનર મળી આવ્યું હતું.

અમદાવાદમાં પાણીપુરીના સ્વાદરસિકો માટે ચોંકાવનારો કિસ્સા સમાન આ કિસ્સો અમદાવાદના લાલદરવાજા વિસ્તાર સાથે સંકળાયેલો છે. લાલદરવાજા વિસ્તારમાં પાણીપુરીના વેપારી ચેતન મારવાડીને પાણીપુરીમાં  ટોઈલેટ કિલનરની ભેળસેળ બદલ 6 મહિનાની કેદની સજા અને રૂપિયા 10000 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અમદાવાદઃપાણીપુરીના પાણીમાંથી મળ્યું ટોઇલેટ ક્લિનર!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હેલ્થ વિભાગને ફરિયાદ મળી હતી કે લાલદરાવાજ વિસ્તારમાં ચેતન મારવાડી ભેળસેળ કરે છે. અને તે ગટર પાસે લારી ઉભી રાખે છે અને ત્યાં પાણીપુરીનું પાણી ઢોળતાં જમીનમાં  ખાડા પડી ગાય છે. આવી ફરિયાદ બાદ કોર્પોરેશને 25મે 2009ના રોજ પાણીપુરીના પાણીના સેમ્પલ પણ લીધા હતા. જે નમૂનાનું લેબોરેટરીમાં ટેસ્ટિવ બાદ પાણીમાં ઓક્ઝોલિક એસિડ મળી આ્યું છે. જો કે ઈટીવીએ જ્યારે ભેળસેળના આરોપસર ચેતન મારવાડી સાથે વાત કરી ત્યારે તેમણે પોતાના પર લાગેલાં આરોપને નકાર્યા હતા.

હાલ આરોપી ચેતન મારવાડીએ પોતાના પર લાગેલાં આરોપને સેશન્સ કોર્ટેમાં પડકાર્યો છે.તો બીજી તરફ સ્પેશિયલ કોર્ટે ભેળસેળ કરનાર વેપારીને સજા કરી હોય તેવો આ પહેલો કિસ્સો છે

2009માં અમદાવાદમાં પાણીપુરીના પાણીનું સેમ્પલ લેવાયું હતું. જેમાં ટેસ્ટિગમાં ટોઇલેટ ક્લિનર મળી આવ્યું હતું. ત્યારે હવે સાંજ પડે જ પાણીપુરીની લારી પર પહોચીને સ્વાદ માણવો તમારા માટે મુસીબત બની શકે છે.

અમદાવાદમાં ટોઇલેટ ક્લિનર મિલાવટને મામલેપાણીપુરીના વેપારીએ નિવેદનમાં કહ્યુ હતું કેમારા પર લાગેલ આરોપ ખોટા છે.2009માં આરોગ્ય ખાતાએ લગાવેલ આરોપ ખોટો છે.પાણીમાં નાંખેલ લીંબુના ફુલથી એસિડ ઉત્પન્ન થયેલ હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર