અમદાવાદના પોષ વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

Apr 10, 2017 09:06 PM IST | Updated on: Apr 10, 2017 09:06 PM IST

અમદાવાદના પોષ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. અસામાજિક તત્વો બે કલાક સુધી કલાક સુધી બેઝબોલના ધોકા વડે આતંક મચાવતા રહયા હતા.જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ છે. જોક ચોંકાવનારી બાબત એ છે કે બનાવ સ્થળથી પોલીસ સ્ટેશન બિલકુલ નજીવા અંતરે આવેલું છે છતાં કોઇ ડર જોવા મળતો ન હતો.સુત્રો તરફથી મળતી માહિતી મુજબ આરોપી ઉમંગ કાપોપારા બિલ્ડર  પુત્ર છે. રોફ જમાવવા વિસ્તાર માં અવાર નવાર આ રીતે કૃત્ય કરે છે.

vastral atak umang

અમદાવાદના પોષ વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

વસ્ત્રાપુરમાં રવિવારની રાતે ૨ વાગ્યાના સમયે અસામાજિક તત્વો દ્વારા સતત બે કલાક સુધી આતંક મચાવવમાં આવ્યો હતો. મોકા રેસ્ટોરન્ટ પાસે ક્રિકેટ રમી રહેલા રેસ્ટોરન્ટના સટાફ સાથે ઉમંગ કોપપરા નામના યુવક એ નજીવી બાબતે તકરાર કરી હતી.  ઉમંગ એ આવેશમાં આવીને તેના મિત્રો સાથે મળી લાકડી અને બેઝ બોલના દંડ વડે રેસ્ટોરન્ટના સ્ટાફ અને મેનેજર પર હુમલો કર્યો હતો.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર