પાલનપુરઃટ્રક-લક્ઝરી વચ્ચે કાર આવી જતાં માતા-પુત્રના મોત

Apr 03, 2017 09:02 PM IST | Updated on: Apr 03, 2017 09:02 PM IST

પાલનપુરઃપાલનપુરમાં એરોમા સર્કલ નજીક આજે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે કાર આવી જતા ગમખ્વાર  અકસ્માત થતા એક જ પરીવાર  મા માતા પુત્ર સહિત બેના મોત નીપજ્યા હતા. તેમજ એક ને ગંભીર રીતે ઘાયલ થતાં પાલનપુર ખાનગી  હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પાલનપુર માં બપોર બાદ બનેલી અકસ્માત ના ઘટના માં શહેર ના કૈલાસનગર માં રહેતા પ્રજાપતિ પરિવાર ને અકસ્માત નડ્યો હતો આ અકસ્માત માં ટ્રક અને લકઝરી બસ વચ્ચે કાર ધડાકાભેર અથડાતા કારનો ફૂરદો થઇ  જતા અંદર બેઠેલા એક જ પરીવાર ના ત્રણ  વ્યક્તિઓને  અંદર દબાઇ ગયા હતા.

પાલનપુરઃટ્રક-લક્ઝરી વચ્ચે કાર આવી જતાં માતા-પુત્રના મોત

ત્યારે ભારે જહેમત બાદ કટર થી કાર નું પડખું તોડી  બે ને જીવીત બહાર નીકળવામાં આવ્યા હતા અને ગંભીર અવસ્થા માં પાલનપુર ની ખાનગી હોસ્પિટલ માં  સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જયારે કાર ને રોડ પર થી હટાવવા માટે ક્રેન ની મદદ લેવાઈ હતી જો કે આ અકસ્માત માં એક મહિલા નું ઘટના સ્થળે  કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે સારવાર દરમીયાન વધુ એક નુ મોત થતા સમગ્ર શહેર મા ગમગીની સર્જાઈ હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર