આતંકી ખતરોઃહાઇએલર્ટ વચ્ચે કચ્છમાં મળી બિનવારસી પાકિસ્તાની બોટ!

Apr 22, 2017 05:08 PM IST | Updated on: Apr 22, 2017 05:21 PM IST

કચ્છમાં પાક.બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ ફરી ચોકી ઉઠી છે. અને તાડબડોબ તપાસ શરૂ કરી દીધી છે. નોધનીય છે કે, પાકિસ્તાની આતંકીઓએ દરિયાઇ સીમાનો ઉપયોગ કરી મુંબઇ પર હુમલો કર્યો હતો અને અનેક નિર્દોષોને ઠાર કર્યા હતા. ત્યારે ફરી પાકિસ્તાન દ્વારા ભારતને ટારગેટ કરવા આ બોટમાં આતંકીઓ મોકલ્યા તો નહી હોયને તેવા અનેક સવાલો ઉભા થયા છે. જો કે હજુ સુધી આ બોટ પાકિસ્તાનની છે કે નહી તે સ્પષ્ટ થયું નથી. સત્તાવાર સમર્થન મળ્યું નથી.

જાણકાર સૂત્રો પાસેથી મળી માહિતી મુજબ બિનવારસી બોટ BSFએ કબ્જે કરી છે.જોકે સતાવાર સર્મથન મળ્યું નથી.DCG ઓફિસ હજુ અંધારામાં છે.ઇન્સ્પેકટર નરેનનો બોટ પકડાયાનો ઇન્કાર કર્યો છે.માછીમારીના સાધનો પણ કબ્જે લેવાયા છે.

આતંકી ખતરોઃહાઇએલર્ટ વચ્ચે કચ્છમાં મળી બિનવારસી પાકિસ્તાની બોટ!

BSFના IG અજય તોમરએ કચ્છની દરિયાઈ સીમામાં પાક. બોટ પકડાયા મુદ્દે નિવેદનમાં કહ્યુ હતું કે,કચ્છની દરિયાઈ સીમામાં એક બોટ દેખાઈ છે.બોટ કોની છે, ક્યાંથી આવી અને તેમાં કોન છે સવાર તે મુદ્દે તપાસ કરાશે.અધિકારીઓ બોટની તપાસ કરવા માટે રવાના થયા છે. સામાન્ય રીતે આ સીમામાં પાક.બોટ હોવાની સંભાવના વધુ છે.

કચ્છની દરિયાઇ સીમામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

હરામી નાળામાંથી પાકિસ્તાની બોટ મળી આવી

સરહદ પિલ્લર નંબર 1162 પાસેથી મળી બોટ

BSFએ બોટને કબજે લઇ કાર્યવાહી શરૂ કરી

બોટને કોટેશ્વર બંદર લઇ આવવાની કાર્યવાહી કરી

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર