પાકિસ્તાને ભારતીય જવાન ચંદુ ચૌહાણને મુક્ત કર્યો, પરિવારમાં ખુશીનો માહોલ

Jan 21, 2017 03:05 PM IST | Updated on: Jan 21, 2017 04:44 PM IST

નવી દિલ્હી #પાકિસ્તાને ભૂલથી સરહદ પાર કરી ગયેલા ભારતીય સૈનિક ચંદુ ચૌહાણને મુક્ત કર્યો છે. લાંબા સમથી ચંદુ ચૌહાણને છોડાવવા માટે પ્રયાસો ચાલુ હતા. પાકિસ્તાને બંને દેશો વચ્ચે સારા સંબંધો સુધારવા આ નિર્ણય લીધો છે. ચંદુ ચૌહાણ 29 સપ્ટેમ્બરે ભૂલથી એલઓસી પાર કરી ગયા હતા. એલઓસી પાર ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇલ દરમિયાન આ ઘટના સામે આવી હતી.

કેટલાક દિવસો પહેલા જ રક્ષા મંત્રી સુભાષ ભાભરે કહ્યું હતુ કે પાકિસ્તાને સ્વીકાર કર્યો છે કે સૈનિક ચંદુ જીવિત છે અને એને તપાસ બાદ છોડી દેવાશે. ભામરના જણાવ્યા અનુસારા ભારત તરફથી પાકિસ્તાને આ અંગે 15-20 વખત વાત કરવામાં આવી છે.

22 વર્ષિય ચંદુ જમ્મુ કાશ્મીરના મંઢેર જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ નજીક તૈનાત હતો. ભારતીય સેનાનું કહેવું છે કે ચંદુ ભૂલથી પેટ્રોલિંગ દરમિયાન એલઓસી ઓળંગી ગયો હતો. જેને બાદમાં પાકિસ્તાની સેનાએ પકડી લીધો હતો.

chandu-pak

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર