પાકિસ્તાની મિસાઇલ અબાબીલ માટે તૈયાર છે ભારતની જાલ, શું છે પાકનો દાવો?

Jan 25, 2017 11:08 AM IST | Updated on: Jan 25, 2017 11:08 AM IST

નવી દિલ્હી #પાકિસ્તાને મંગળવારે સાંજે દાવો કર્યો કે એણે જમીનથી જમીન પર 220 કિલોમીટર દુર સુધી પ્રહાર કરવાની ક્ષમતાવાળી નવી અબાબીલ મિસાઇલનું પહેલું અને સફળ પરીક્ષણ કર્યું છે. એટલું જ નહીં પાક સેના તરફથી એવો પણ દાવો કરાયો છે કે, પરમાણું હથિયાર લઇ જવા સક્ષમ આ મિસાઇલ એમઓઆરવી ટેકનોલોજીથી સજ્જ છે અને રડાર, એન્ટી મિસાઇલ સહિતને ભેદવાની શકિત પણ ધરાવે છે.

ભારત માટે આ સૌથી મોટો ખતરો સાબિત થઇ શકે એમ છે. પાકિસ્તાનની આ અબાબીલ મિસાઇલને લઇને પાકિસ્તાનમાં અજીબ માહોલ જોવા મળી રહ્યો છે. શું ભારત પાસે અબાબીલના હુમલાને રોકવા માટે કોઇ તૈયારી છે ખરી? આ સવાલોના જવાબમાં ભારતના વૈજ્ઞાનિક અને મિસાઇલ વિશેષજ્ઞ બિરાદરી ભારતીય પ્રક્ષેપાસ્ત્રની તૈયારીઓ જોવા મળી રહી છે. સાથોસાથ પાકિસ્તાનના આ દાવાઓ સામે પણ સવાલ ઇઠી રહ્યા છે.

પાકિસ્તાની મિસાઇલ અબાબીલ માટે તૈયાર છે ભારતની જાલ, શું છે પાકનો દાવો?

ભારતીય રક્ષા અનુસંધાન સંગઠનના પૂર્વ પ્રમુખ અને અગ્નિ સહિત બેલેસ્ટિક મિસાઇલ પ્રોજેક્ટમાં ઘણું કામ કરી ચુકેલા ડો.અવિનાશ ચંદરે પાકિસ્તાન પરિક્ષણ અંગે ન્યૂઝ 18 ઇન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, ભારતીય મિસાઇલ કાર્યક્રમ ઘણો મહત્વનો છે અને ભારત પાસે ભરોસામંદ પ્રતિરોધક તૈયાર છે.

ઉલ્લેખનિય છે કે, ભારત અગ્નિ-5 અને એના લેટેસ્ટ સંસ્કરણને મલ્ટીપલ ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હિકલ એમઆઇઆરવી ટેકનોલોજીથી સજ્જ બનાવાઇ છે. અત્યાર સુધી આ ટેકનોલોજી માત્ર રશિયા, અમેરિકા, ફ્રાંસ અને ચીન પાસે જ છે. રસપ્રદ વાત એ છે કે, દુનિયામાં હાલ એમઆઇઆરવી ટેકનોલોજીથી સજ્જ પ્રક્ષેપાસ્ત્રોની પ્રહાર ક્ષમતા 6 હજાર કિમીથી વધુ છે. એવામાં માત્ર 2200 કિલોમીટર ક્ષમતાવાળી અબાબીલને એમઆઇઆરવી ટેકનોલોજીથી સજ્જ કરવાનો પાકિસ્તાની દાવો હવાઇ કિલ્લા જેવા દેખાઇ રહ્યો છે.

આ સંજોગોમાં અબાબીલના કોઇ પણ હુમલાને જવાબ આપવા માટે ભારતીય જાલ સજ્જ છે. ભારતે ગત દાયકાઓમાં મિસાઇલ સિસ્ટમમાં અનેક સુધારા વધારા સાથે નવી ટેકનોલોજી અપનાવી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર