સાણંદમાં ભણસાલીનું પુતળુ બળાયું,હિન્દુ સંગઠન,રાજપૂત સમાજે આપી આ ચિંમકી

Feb 04, 2017 12:48 PM IST | Updated on: Feb 04, 2017 02:34 PM IST

અમદાવાદઃબોલીવુડ ફિલ્મ નિર્માતા સંજયલીલા ભણસાલી રામલીલા ફિલ્મ બાદ ફરી એક વાર વિવાદમાં આવ્યા છે . ભણસાલીની ફિલ્મ પદ્માવાતીને લઈને રાજપૂત સમાજ તથા હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાણંદ ખાતે રાજપૂત સમાજ યુવા સંગઠન અને વીએચપી દ્વારા ફિલ્મ પદ્માવતીના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી અને સંજયલીલા ભણસાલી વિરુદ્ધ સુત્રોચાર કરી પુતળા દહન કરવામાં આવ્યું હતું .

padmavati1

સાણંદમાં ભણસાલીનું પુતળુ બળાયું,હિન્દુ સંગઠન,રાજપૂત સમાજે આપી આ ચિંમકી

પદ્માવતી ફિલ્મમાં પદ્માવતીનું પાત્ર વિવાદિત બતાવવામાં આવ્યું છે . સંગઠનો નું કહેવું છે કે ફિલ્મમાં પદ્માવતીનો કથિત દર્શાવામાં આવ્યો છે અને હિંદુ સમાજ ની લાગણી દુભાય તેવો પત્ર ભજવવામાં આવ્યા છે . ત્યારે રાજપુત સમાજ સંગઠન અને વીએચપી દ્વારા સાણંદ મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું . અને ગુજરાતમાં સંજયલીલા ફિલ્મનું શુટિંગ કે ફિલ્મ રિલીજ કરશે તો હિન્દુ સંગઠનો અને રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

નોધનીય છે કે, જયપુરમાં રાજપૂત કરણી સેના દ્વારા પદ્માવતી ફિલ્મના નિર્દેશક સંજયલીલા ભણસાલીને થપ્પડ મારી અને સબક શીખવાડાયો છે. તેમજ ફિલ્મનું શુટિંગ પણ જયપુરમાંથી રદ કરવું પડ્યુ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પદમાવતીનું પાત્ર કરે છે. દિપિકાએ ટ્વીટ કરીને વિશ્વાસ આપ્યો હતો કે ઇતિહાસ સાથે કોઇ પણ રીતે છેડછાડ આ ફિલ્મમાં નહી કરાય.

 

સુચવેલા સમાચાર