પોલીસ કે સરકારને અમે હજુ પસંદ નથી, હાર્દિક પટેલે સરકાર સામે ઠાલવ્યો આક્રોશ

Mar 27, 2017 05:06 PM IST | Updated on: Mar 27, 2017 05:06 PM IST

અમદાવાદ #ભાજપના કોર્પોર્ટરના ઘર બહાર હલ્લાબોલ કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ પોતાની ધરપકડ વહોરવા આવેલા હાર્દિક પટેલે આડકતરી રીતે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. સરકારને પ્રજા તરફથી સારો રિસ્પોન્સ મળતો ન હોવાને કારણે પણ પાટીદારોને રોષના ભોગ બનવું પડશે એવો પણ સૂર વ્યક્ત કર્યો હતો.

વાંચો: કોઇ એમ પણ કહી શકે છે કે હાર્દિકના દાઉદ સાથે સંબંધ છે?

ભાજપના કોર્પોરેટર પરેશ પટેલના ઘરની બહાર હલ્લાબોલ કરવાના મામલે નોંધાયેલ ફરિયાદ મામલે પાસ નેતા હાર્દિક પટેલે આજે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. પરંતુ અહીં તપાસનીશ અધિકારી હાજર ન હોવાથી હાર્દિક પટેલની ધરપકડ કરી શકાઇ ન હતી.

હાર્દિક પટેલે આજે સરકાર વિરૂધ્ધ આકરા પ્રહારો કર્યા હતા. સરકાર સામે નિશાન સાધતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, જ્યારથી હું ગુજરાતમાં આવ્યો છું ત્યારથી લઇને અત્યાર સુધીમાં 14થી 15 રેલીઓ કરી છે અને 20 જેટલી સભાઓ શાંતિથી કરી છે. આમ છતાં પોલીસ કે સરકારને અમે પસંદ નથી.

વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે, એમને લાગે છે કે અહીં ના કોઇ હિન્દુત્વનો મુદ્દો ચાલવાનો છે કે ના વિકાસનો મુદ્દો, હાલમાં જ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પ્રવિણ તોગડિયાના કાર્યક્રમને પણ સારો રિસ્પોન્સ નથી મળ્યો એટલે ભડકવાનું તો નક્કી જ છે. આ કારણે પાટીદારોને રોષના ભોગ બનવું પડશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર