સગા બનેવીને કરોડોનો ચુનો લગાવનાર PAAS કન્વીનર દિનેશ બાંભણીયાની ધરપકડ

Mar 21, 2017 03:40 PM IST | Updated on: Mar 21, 2017 03:40 PM IST

PAAS કન્વીનર દિનેશ બાંભણીયાની ધરપકડ કરવામાં આવી છે. આબુથી ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે.બાંભણીયાના સગા બનેવી સુરેશ મારવીયાએ દોઢ કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. PAAS ટીમ પર વધુ એક મુશ્કેલી આવી પડી છે.દિનેશને આબુથી રાજકોટ લાવવા પોલીસ રવાના થઇ છે.સુરેશ મારવીયાએ પગલા નહી લેવાતા ઉપવાસની ચિંમકી ઉચ્ચાર્યા બાદ પોલીસ હરકતમાં આવી અને ધરપકડ કરી છે.

પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ બનેવી સુરેશભાઇને વિશ્વાસમાં લઇ 18 ચેકમાં નકલી સહી કરી કરોડોની રકમ આરટજીએસ કરાવી લીધી હતી. ધંધા માટે લોન માટે દેના બેંકમાથી લઇ દેવાનું કહી 1 કરોડ 97 લાખની કેશ ક્રેડિટ મંજૂર કરાવી લીધી હતી.

સગા બનેવીને કરોડોનો ચુનો લગાવનાર PAAS કન્વીનર દિનેશ બાંભણીયાની ધરપકડ

સુચવેલા સમાચાર