પં. બંગાળઃઓવરબ્રિજ તૂટતા 200 લોકો પાણીમાં તણાયા,3ના મોત

Apr 26, 2017 02:21 PM IST | Updated on: Apr 26, 2017 02:29 PM IST

પં. બંગાળના હુગલીમાં ફુટ ઓવરબ્રિજ તૂટ્યો છે. પાણીના તેજ વહાવથી ફુટ ઓવરબ્રિજ તૂટતા અંદાજે 200 લોકો પાણીમાં તણાયા હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે.

pb1

પં. બંગાળઃઓવરબ્રિજ તૂટતા 200 લોકો પાણીમાં તણાયા,3ના મોત

મળતી વિગત મુજબ હુમલી પુલ પરથી નદી પાર કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાવા પામી હતી.

પશ્વિમ બંગાળના હુગલી જિલ્લાના ભદ્રેશ્વર વિસ્તારના તેલિનીપારા ઘાટ પર આ દુર્ઘટના સર્જાઇ છે. ન્યુઝ18 ઇન્ડિયાને મળેલી વિગત મુજબ દુર્ઘટના લાકડાના બનેલા બ્રીજને તુટવાને લીધે સર્જાઇ છે. અચાનક પાણીનું વહેણ વધી જતા દુર્ઘટના બની છે.200 જેટલા લોકો પાણીમાં તણાઇ ગયાના સમાચાર છે.

સુચવેલા સમાચાર