અમદાવાદઃદલિત પરિવારને મારમરાતા ચાંદખેડા બંધને મિશ્ર પ્રતિસાદ

May 28, 2017 03:44 PM IST | Updated on: May 28, 2017 03:44 PM IST

અમદાવાદના ચાંદખેડામાં દલિત પરિવારને માર મારવાના મામલે દલિત આગેવાનો દ્વારા આજે ચાંદખેડા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેન મિશ્ર પ્રતિસાદ માંડ્યો હતો. બે દિવસ અગાઉ ચાંદખેડાના જનતા નગર ખાતે દીવાલ ચણવાની બાબતે પાડોસી દ્વારા દલિત પરિવારને ઢોર માર મારવામાં આવ્યો હતો . જેને લઈએ ગઈકાલથી આ દલિત પરિવાર ચાંદખેડા પોલીસ સ્ટેશનની બહાર ભૂખ હડતાળ પેટ્રો બેઠો છે .

પોલીસ દ્વારા આરોપી ઓ સામે કોઈ કાર્યવાહી ના કરતા દલિત આગેવાનો એ બંધ નું એલાન આપ્યું હતું . આ બંધ માં દલિત આગેવાન જીગ્નેશ મેવાની તથા સફાઈ કર્મચારીઓ કામ થી અળગા રહી જોડ્યા હતા અને ચાંદખેડામાં રેલી યોજી સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું . જો આરોપીઓ ને વહેલીતકે ઝડપી પાડવામાં નહિ આવે તો આવતીકાલે અમદાવાદના સફાઈ કર્મચારીઓ આ બંધ માં જોડાશે અને વિરોધ કરશે તેવી ચીમકી નોકર મંડળના સેક્રેટરી એ ઉચ્ચારી હતી.ત્યારે દલિત પરિવારના વિરોધ ને લઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે .અને  અલગ અલગ ટિમ બનાવી આરોપીઓ ને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અમદાવાદઃદલિત પરિવારને મારમરાતા ચાંદખેડા બંધને મિશ્ર પ્રતિસાદ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર