કેદીઓને કોર્ટમાં લઈ જતી વખતે સુરક્ષા મુદ્દે નવી માર્ગદર્શિકા બનાવોઃહાઈકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ

Mar 01, 2017 09:02 PM IST | Updated on: Mar 01, 2017 09:02 PM IST

અમદાવાદઃપોલીસ જાપ્તામાંથી અનેક વાર કોઇક ચુકને લઇને કેદીઓ ભાગી જવાના બનાવો વધી રહ્યા છે ત્યારે આ મામલે કેદીઓને કોર્ટમાં લઇ જતી વખતે સુરક્ષાને લઇ નવી માર્ગદર્શિકા બનાવવા હાઇકોર્ટે દ્વારા રાજ્ય સરકારને આદેશ કરાયો છે.પોલીસ સાંઠગાંઠ નજરે પડે તો તેમની સામે પગલા ભરવા પણ કહેવાયું છે.આ અંગે એક માસમાં રિપોર્ટ રજૂ કરવો પડશે.

આરોપીઓ કે કેદીઓને કોર્ટમાં રજૂ કરતી વખતે અથવા તો હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતી વખતે સુરક્ષાના મુદ્દા પર નવી માર્ગદર્શિકા બનાવવામાં આવે. હાઈકોર્ટે ટકોર કરી છે કે, આરોપીઓ અને કેદીઓને તેમની સામેના આરોપ કે ગુન્હા મુજબ વર્ગીકૃત કરો, પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટાફને માહિતગાર કરવામાં આવે. જો પોલીસની સાંઠગાંઠ નજરે પડે તે તેમની સામે પગલા લેવામાં આવે અને આ અંગે એક માસમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે.

કેદીઓને કોર્ટમાં લઈ જતી વખતે સુરક્ષા મુદ્દે નવી માર્ગદર્શિકા બનાવોઃહાઈકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ

સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસ જાપ્તામાંથી કેદીઓના ભાગી જવાની 124 ઘટનાઓ બની છે.ઓક્ટોબર-2016 સુધીમાં 183 પોલીસકર્મીઓની સંડોવણી બહાર આવી છે.જેમાં 129 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ થઈ છે. 16 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે અને 82 પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય પગલાની કાર્યવાહી ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર