વાઇબ્રન્ટ ગુજરાત સમિટઃપ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત

Jan 03, 2017 04:55 PM IST | Updated on: Jan 03, 2017 04:55 PM IST

ગાંધીનગરઃ આગામી 10 જાન્યુઆરીથી શરુ થનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી દ્રારા 10 મી જાન્યુઆરીએ બપોરે 3.30 કલાકે આ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવશે. જેમાં દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ સમિટને ડિજીટલ બનાવવા માટે તમામ લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેમને બારકોડેડ આઇડેન્ટીટી કાર્ડ આપવામાં આવશે. જેના વગર કોઇને પણ પ્રવેશ નહિ મળે.

સાથે જ આ તમામ વિગતો રાજ્ય સરકાર પાસે પણ રહેશે.આ ઉપરાંત તમામ ડેલિગેટ્સ માટે મોબાઇલ એપ પણ બનાવાઇ છે. જેમાં સ્થળ અને સેમિનારની તમામ વિગતો અને નકશા રહેશે જેથી કરીને તેમને કોઇ તકલીફ ન પડે. વાઇબ્રન્ટ સમિટમાં 12થી વધુ કેન્દ્રીય પ્રધાનો પણ આવવાના હોવાથી તૈયારીઓને ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી 3 દિવસ દરમિયાન તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટઃપ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર