અમદાવાદઃબોંમબ્લાસ્ટ કેસમાં આતંકી 12 દિવસના રીમાન્ડ પર

Apr 01, 2017 07:12 PM IST | Updated on: Apr 01, 2017 07:12 PM IST

આતંકી યાસીન ભટકલ અને અસદુલા હડ્ડીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે ખાસ અદાલતમાં રજુ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં ૨૦૦૮ માં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના ગુના માં બંને આતંકીઓને રજુ કરતા ક્રાઇમ બ્રાંચે બંનેના ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી હતી. ખાસ અદાલતએ બંને પક્ષની દલીલો સાંભળ્યાં બાદ બંને આતંકીઓના ૧૨ એપ્રિલ સુધી નાઆ રિમાન્ડ મંજુર કર્યા છે.

દિલ્હી થી અમદાવાદ ટ્રાન્સફર વોરંટ ના આધારે લવાયેલા બંને આતંકીઓ યાસીન ભટકલ અને હડ્ડીને સાબરમતી જેલ ખાતે ખાસ અદાલતમાં રજુ કરાયા હતા. વર્ષ ૨૦૦૮ માં અમદાવાદમાં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ ના ગુણ માં બંનેને ક્રાઇમ બ્રાન્ચ એ રજુ કરતા બને ના ૧૪ દિવસ ના રિમાન્ડની માગ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડની માંગણી કરતા ૮ મુદ્દાઓ રજુ કાર્ય હતા.મુખ્ય બે મુદ્દા હતા.

અમદાવાદઃબોંમબ્લાસ્ટ કેસમાં આતંકી 12 દિવસના રીમાન્ડ પર

જેમાં આતંકી યાસીન ભટકલ અને હડ્ડી બૉમ્બ બ્લાસ્ટ પહેલા કેરલા વર્ધમાન ખાતે આતંકી કેમ્પમાં ભાગ લેવા ગયા હતા તથા ફરાર આતંકી ફરાર આરોપી અબ્દુલ સુભાન ની માહિતી મેળવવા રિમાન્ડ માગ્યા હતા. આતંકીઓ અમદાવાદમાં કોના કોના સંપર્કમાં હતા અને આ કાવતરા માટે કોને ભંડોળ આપ્યું હતું તે તમામ તાપસ માટે ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ માગ્યા હતા.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર