રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વૃદ્ધાનું મોત,આરોગ્યતંત્રમાં દોડધામ

Feb 02, 2017 08:22 PM IST | Updated on: Feb 02, 2017 08:22 PM IST

રાજકોટઃરાજકોટમાં છેલ્લા થોડા સમયથી રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે સ્વાઇન ફ્લૂને કારણે એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. શહેરના કોઠારિયા રોડ પર ન્યુ કેદારનાથ સોસાયટી રોડ પર રહેતા વૃદ્ધા શરદી, ઉધરસ, તાવની બીમારી હતી જેને લઈને તે ખાનગી હોસ્પીટલમાં છેલ્લા ત્રણ દિવસથી સારવાર લઇ રહ્યા હતા. સારવાર દરમ્યાન ગઈકાલે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.

જેનો આજે રીપોર્ટમાં સ્વાઇનફ્લુ પોઝીટીવ આવ્યું હતું. સ્વાઇનફ્લુથી મોતને લઈને મનપાનું આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે અને આસપાસના ૧૦૦થી વધુ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે ૨૦૧૬માં શહેરમાં સ્વાઇનફ્લુના ૨૧ દર્દી નોંધાયા હતા  જેમા ૫ ના મોત થયા હતા  જ્યારે ચાલુ વર્ષે આ પ્રથમ કેસ નોંધાયો છે.

રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વૃદ્ધાનું મોત,આરોગ્યતંત્રમાં દોડધામ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર