અમદાવાદમાં ઓલા-ઉબેર કેબના ડ્રાઇવરો હડતાળ પર,મુસાફરોને મુશ્કેલી

Apr 12, 2017 02:51 PM IST | Updated on: Apr 12, 2017 02:51 PM IST

સ્માર્ટ શહેર અમદાવાદની સ્માર્ટ કેબ સર્વીસ સોમવારથી ઠપ્પ થઈ ગઈ છે. ઓલા  અને ઉબેર કેબ સર્વીસ સાથે જોડાયેલા ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. ડ્રાઈવરો બે દિવસની હડતાળ પર છે. એસજીહાઈવે ઓલા કેબની ઓફીસ સામે તંબુ તાણી કેબ ચાલકો હડતાળ પર ઉતર્યા છે.

તેમની માંગણી નહી સંતોષાય તો કેબ ચાલકોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. કેબ ચાલકોને શરુઆતમાં સર્વીસ પ્રોવાઈડર ઓલા ઉબેર કંપનીઓ દ્વારા સારી એવી સ્કીમો આપી મોટી આવક આપવામા આવતી હતી. જેમાં કંપનીએ કાપ મુકતા કેબ ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ શહેરમાં કેબ સર્વીસ ઠપ્પ થઈ જતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી છે.

અમદાવાદમાં ઓલા-ઉબેર કેબના ડ્રાઇવરો હડતાળ પર,મુસાફરોને મુશ્કેલી

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર