અમદાવાદમાં ટ્રક ડ્રાઈવરની નિર્દયતા,15વર્ષના કિશોર પર ટ્રક ચડાવી

Apr 13, 2017 09:42 AM IST | Updated on: Apr 13, 2017 09:42 AM IST

અમદાવાદઃ શહેરમાં ટ્રક ડ્રાઈવરની નિર્દયતાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં ટ્રક ડ્રાઈવરે 15 વર્ષીય કિશોર પર ટ્રક ચઢાવી દેતા કિશોરનું ઘટનાસ્થળે અરેરાટીભર્યું મોત નીપજ્યું છે.

ઓઢવ પોલીસે ટ્રક સહિત ડ્રાઈવરને ઝડપી લીધા છે. કિશોર ઘરની બહાર સૂતો હતો ત્યારે ટ્રક નંબર GJ-01-BT-8665 બેફામ બની કિશોરને કચડ્યો હતો. ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી છે. બે દિવસ અગાઉ ટ્રક પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી.

અમદાવાદમાં ટ્રક ડ્રાઈવરની નિર્દયતા,15વર્ષના કિશોર પર ટ્રક ચડાવી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર