ગાયના નામે મત માગનારાઓ કતલખાનાઓમાં ભાગીદારઃઅલ્પેશ ઠાકોર

Feb 08, 2017 04:27 PM IST | Updated on: Feb 08, 2017 04:27 PM IST

અમદાવાદ:ગૌ હત્યાને લઈને રાજ્યમાં અનેક વિવાદો થયા છે ત્યારે બુધવારે અમદાવાદમાં ઓ.એસ.એસ. એકતા મંચ દ્વારા ગૌ હત્યા અટકાવવા અને ગાયો અને ગૌચર માટે કલેકટર કચેરી ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. ગુજરાત રાજ્યમાં ગાયો ને કતલ કરવામાં આવે છે સાથે સાથે ગૌધન ચોરીના મામલા પણ વધી રહ્યા છે.

gau upvas

ગાયના નામે મત માગનારાઓ કતલખાનાઓમાં ભાગીદારઃઅલ્પેશ ઠાકોર

જયારે બીજી તરફ ગૌચરની જમીન ઘટી રહી છે. ગાયો પ્લાસ્ટિક ખાવા પર મજબુર બની છે. ત્યારે ઓ.એસ.એસ. એકતા મંચ ના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું કે જે લોકો ગૌ રક્ષાની વાતો ગાયની પૂજાની વાતો અને ગાયોના નામે મત માગે છે ગાયને રાજકીય મુદ્દો બનાવવામાં આવે છે. પરંતુ પાછલા બારણે રાજકીય પક્ષના આગેવાનો કતલખાનાઓમાં ભાગીદાર છે. એક તરફ સરકારી મહેસુલ વિભાગમાં હેતુફેરને લઈને થતી કામગીરી પર પણ મુકેશ ભરવાડ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા અને ઉદ્યોગપતિઓને જે પ્રકારે જમીનો આપવામાં આવી છે તેજ પ્રકારે માલધારી અને પશુપાલકો ને જમીન ની માંગણી કરી હતી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર