મિલકત પચાવી પાડવામાં માહેર છે સાધ્વી જયશ્રીગીરી,60 ટકા વ્યાજ વસુલતી

Jan 29, 2017 03:59 PM IST | Updated on: Jan 29, 2017 04:04 PM IST

અમદાવાદઃસાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ છેતરપિંડી બાદ વધુ વિવાદો સામે આવી રહ્યા છે.ફરિયાદી રાજનભાઈ અને નીખિલ બ્રહ્મભટ્ટે ઈટીવી સાથે વાતચીતમાં સાધ્વીના કાળા કારનામાઓનો પર્દાફાશ કર્યો હતો.

sadhvi muskeli2

મિલકત પચાવી પાડવામાં માહેર છે સાધ્વી જયશ્રીગીરી,60 ટકા વ્યાજ વસુલતી

છેતરપિંડીનો ભોગ બનનારાઓએ ઈટીવી સાથે એક્સક્લુઝીવ વાતચીતમાં કહ્યુ હતું કે,સાધ્વી જયશ્રીગીરીએ 2 લગ્ન કર્યા છે.જયશ્રીગીરીએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા હતા.મુસ્લિમ સાથે લગ્ન કરી હસીના બીબી નામ ધારણ કર્યું હતું.સાધ્વી સામે 18થી 20 ગુના નોંધાયેલા છે.સાધ્વી 50થી 60 ટકા વ્યાજ વસુલ કરે છે.લોકોની મિલકત પચાવી પાડવામાં માહેર સાધ્વી છે.

ગુરુ પાયલોટ પણ મની લોન્ડરિંગમાં પકડાઈ ચૂક્યો છે.

sadhvi muskeli

અલગ દેશોમાંથી ગરીબ છોકરીઓને લાવી ધંધા કરાવાય છે.અપહરણ, ખંડણી, વ્યાજના પૈસા ઉઘરાવવા જેવા ધંધામાં સાધ્વી સામેલ છે.અનેક વખત ફરિયાદ છતાં સાધ્વી સામે કોઈ પગલાં લેવાયા નથી.બ્લેકમેઈલ કરી સાધ્વી લોકોને ફસાવતી હતી.

નોધનીય છે કે,બનાસકાંઠા જીલ્લાના વડગામ નજીક આવેલા મુક્તેશ્વર મઠના સાધ્વીજી સામે 5 કરોડની છેતરપીંડીની ફરિયાદ બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સાધ્વીનું બેનામી સામ્રાજ્યનો પર્દાફાશ થયો છે.સાધ્વીજી જયશ્રીગીરીની ધરપકડ કરાઇ છે.ત્યારે વિવાદોમાં આવેલા સાધ્વીજી જયશ્રીગીરી( જયશ્રીકાનંદ)ને મહામંડલેશ્વર પદેથી શુક્રવારે તાત્કાલીક અસરથી હટાવી દેવાયા છે.સાધુ સમાજની આંતરરાષ્ટ્રીય કમિટીએ જયશ્રીગીરીને હટાવ્યા છે.

પોલીસના દરોડામાં મકાનમાંથી 1.25કરોડની રોકડ મળી છે.24 સોનાના બિસ્કીટ પણ મળ્યા છે.કુલ 2.4કિલો સોનું પકડાયું છે.ઉપરાંત દારૂની બોટલો પણ મળી હતી.જેથી દારૂના નવા કાયદા પ્રમાણે ફરિયાદ નોધાઇ છે. આમ સાધ્વી સામે બે કેસ નોધાયા છે. ઉપરાંત જયંતીભાઈ પ્રજાપતિનું કહેવું છે કે, 5 વર્ષ પહેલા ગુરુની હત્યાનો સાધ્વી પર આરોપ છે. મુક્તેશ્વર મઠમાં ગુરુની હત્યા થઈ હતી.

સુચવેલા સમાચાર