સાધ્વી જયશ્રીગીરીના જામીન ના મંજૂર,વધુ બે દિવસના રીમાન્ડ પર

Feb 08, 2017 10:36 AM IST | Updated on: Feb 08, 2017 10:36 AM IST

પાલનપુરઃબનાસકાંઠાના પાલનપુર પુર્વ પોલીસએ આજે સાધ્વી જયશ્રીગીરીને ચિરાગની માતા ઇન્દુંબેનએ કરેલી ચિરાગના  અપહરણ ,વ્યાજ અને ધાક ધમકી ની ફરિયાદમાં રિમાન્ડની માગ કરતા કોર્ટે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

જે અંતર્ગત આજે સાધ્વીને કોર્ટમા રજુ કરવામાં આવી હતી. જેમા સાધ્વીએ પોતે નિર્દોષ હોવાનું વધુ એક વાર નિવેદન આપ્યું હતું. જો કે પોલીસ દ્વારા આ કેસમાં સાધ્વી તરફથી સહકાર ન મળતો હોવાનો દાવો કર્યો હતો. જેના પગલે કોર્ટ દ્વારા આજે જામીન અરજી ફગાવાયા હતા.

સાધ્વી જયશ્રીગીરીના જામીન ના મંજૂર,વધુ બે દિવસના રીમાન્ડ પર

તેમજ કોર્ટ સંકુલ માંથી બહાર આવતાં સાધ્વી એ આજે મીડિયા સાથે વાતચીત કરતા જણાવાયું હતું કે મારા પર ભલે અસંખ્ય કેસ થાય પણ મને પોલીસની કાર્યવાહી પર હજુ પણ ભરોસો છે તેમજ આજે નહિ તો કાલે નિર્દોષ સાબિત થઈશ. તેમજ પોલીસ પર મને પૂર્ણ વિશ્વાસ છે તેવું કહી સાધ્વી ચાલતા થઈ ગયા હતાં.જો કે આજે સાધ્વી સામે 10 થી વધુ પોલીસ ફરિયાદ થઇ છે તેમજ આજે વડગામ પોલીસ પણ અટકાયત કરે તેવી શયકતાઓ સેવાઈ રહી છે.

સુચવેલા સમાચાર