સાધ્વી જયશ્રીગીરીના કાળા કારનામાનો વધુ એક કિસ્સો, અઢીના સાડા સાત લાખ પડાવ્યા

Feb 06, 2017 02:17 PM IST | Updated on: Feb 06, 2017 02:53 PM IST

પાલનપુર #બનાસકાંઠાના વડગામની સાધ્વી જયશ્રીગીરીના કાળા કારનામામાં આજે વધુ એક ઉમેરો થયો છે. છેતરપિંડી,ઠગાઇ અને મિલકત પચાવી પાડવામાં માહેર સાધ્વી સામે આજે પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ થઇ છે. અત્યાર સુધીમાં 8 જેટલી ફરિયાદ સાધ્વી સામે થઇ ચુકી છે.

સાધ્વી જયશ્રીગીરીના કાળા કારનામાનો વધુ એક કિસ્સો, અઢીના સાડા સાત લાખ પડાવ્યા

પાલનપુરના રેડીમેડના વેપારી કાન્તીભાઈ પટેલએ સાધ્વી પાસેથી અઢી લાખ રૂપિયા અઢી ટકા વ્યાજે લીધા હતા. જો કે પાછળથી સાધ્વીએ સાડા સાત લાખ રૂપિયા ચૂકવ્યા હતા છતાં પૈસા બાકી રહેતા છેવટે દુકાન માલિકે પોતાની દુકાન બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. તેમજ વ્યાજના પૈસા ન ભરાતા સાધ્વી ના સાધકો દ્વારા જ્યુપિટર લઇ લેવાયું હતું.

કાંતિભાઈ પટેલ દ્વારા પોતાનું સ્કૂટર લેવા માટે એક સ્ટેમ્પ અને બે કોરા ચેક બાદ સ્કુટર પરત આપ્યું હતું. જો કે વેપારીએ આજે વ્યાજખોર સાધ્વીની વ્યાજ તેમજ તેના પર થયેલા દમન અંગે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયા ની તજવીજ હાથ ધરી છે.

હાલમાં સાધ્વી જયશ્રીગીરી સામે પાલનપુરમાં 5, વડગામમાં 1 તેમજ અમદવાદમાં બે અને આણંદમાં એક મળી કુલ આઠ પોલીસ ફરિયાદ નોધાઈ છે. ત્યારે પાલનપુરમાં વધુ એક ફરિયાદ નોંધાતા સાધ્વી ના સાધકો સહીત સમગ્ર વિસ્તાર માં ખળભળાટ સર્જાયો છે.

sathvi

સુચવેલા સમાચાર