ગૌવંશ હત્યામાં હવે આજીવન કેદ સુધીની સજા,જામીન પણ નહી મળે

Mar 31, 2017 01:22 PM IST | Updated on: Mar 31, 2017 03:30 PM IST

પશુ સંરક્ષણ સુધારા વિધેયક બિલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. ગૌવંશ હત્યારાઓને હવે 10વર્ષથી લઇ આજીવન કેદ સુધીની સજા થઇ શકે છે. તેમજ આરોપીઓને જામીન પણ નહી મળે. હેરફેર કરનારના વાહનો પણ જપ્ત કરવામાં આવશે. પરમિટ હશે તો પણ રાત્રિ દરમિયાન હેરાફેરી નહી કરી શકાય.પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, આરોપીઓને  1થી 5 લાખના દંડની પણ જોગવાઈ છે.

વધુમાં ગૃહમાં સંબોધનમાં સીએમએ કહ્યુ હતું કે,રાજ્ય સરકાર નંદી ઘર યોજના અમલી બનાવશે.જેમાં કાંકરેજ, ગીર ગાયોનું સંવર્ધન થશે.ગીર, કાંકરેજની ગાયોના ગૌધનવાળું ગુજરાત બનશે.દારૂબંધીવાળું અને શાકાહારી ગુજરાત બનશે.

રાજ્યમાં ગૃહમાં પશુ સંરક્ષણ સુધારા વિધેયક પસાર

1થી 5 લાખના દંડની પણ જોગવાઈ

ગૌહત્યાના ગુનેગારોને થશે 10વર્ષથી લઇ આજીવન કેદ

ગૌવંશ હત્યા, હેરાફેરી કરનારને કરાશે દંડ

હેરફેર કરનાર વાહન જપ્ત કરવામાં આવશે

10 લાખના દંડની પણ જોગવાઈ

ગૌહત્યાના ગુનેગારોને સજાની જોગવાઈ

10 વર્ષ સુધીની પણ 7 વર્ષથી ઓછી નહીં તેટલી સજાની જોગવાઈ

બિનજામીનપાત્ર ગણાશે ગુનો

પરમિટ હશે તો પણ રાત્રિ દરમિયાન નહીં કરી શકાય હેરફેર

સુચવેલા સમાચાર