લિમિટ વધી,એટીએમથી એક દિવસમાં હવે ઉપડશે 24 હજાર

Jan 30, 2017 06:34 PM IST | Updated on: Jan 30, 2017 06:34 PM IST

ભારતીય રિઝર્વ બેન્કએ એીટએમથી પૈસા કાઢવાની મર્યાદીત લીમીટમાં ફરી એક વાર વધારો કરી લોકોને રાહત આપી છે. નવી લિમિટ અનુસાર હવે એક દિવસમાં એટીએમમાંથી એક ખાતામાંથી 24 હજાર રૂપિયા ઉપાડી શકશો. આ સાથે ચાલુ ખાતુ એટલે કરંટ એકાઉન્ટમાંથી એટીએમના માધ્યમથી રૂપિયા કાઢવાની લીમીટ હતી તે ખતમ કરી દેવાઇ છે. એટીએમમાંથી રુપિયા ઉપાડવાની આ નવી લિમિટનો અમલ એક ફેબ્રુઆરીથી થશે.

નોટબંધીના ત્રણ મહિના પછી નવી ગાઇડ લાઇન જાહેર કરતા રિઝર્વ બેન્કે એલાન કર્યુ છે કે હવે એટીએમમાંથી એક દિવસમાં વધુમાં વધુ 24 હજાર રૂપિયા ઉપાડી શકાશે. અત્યાર સુધી આ લીમીટ ફક્ત 10 હજાર રૂપિયાની હતી. એ સાથે જ હવે કરંટ એકાઉન્ટમાંથી એટીએમના માધ્યમથી રૂપિયા કાઢવાની કોઇ સીમા નથી. અત્યાર સુધી કરંટ એકાઉન્ટમાંથી એક લાખની રકમ ઉપાડવાની સિમા નક્કી કરાયેલી હતી. જો કે એક સપ્તાહમાં હજુ એટીએમથી ફક્ત 24 હજાર રૂપિયા ઉપાડી શકાય છે.

લિમિટ વધી,એટીએમથી એક દિવસમાં હવે ઉપડશે 24 હજાર

8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત પછી એટીએમમાં પૈસા ઉપાડવાની સીમા નક્કી કરાઇ હતી. સૌથી પહેલા એક દિવસમાં વધુમાં વધુ 2500 રૂપિયા ઉપાડી શકાતા હતા પછી 4500રૂપિયાની સીમા નક્કી કરાઇ હતી. પછી 16 જાન્યુઆરીએ સીમા વધારી રૂ.10હજાર એક દિવસમાં ઉપાડી શકાય તેમ કરાયું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર