નોર્થ કોરિયાએ છોડી ચાર બેલેસ્ટિક મિસાઇલ, ત્રણ જાપાનના સમુદ્રમાં પડી

Mar 06, 2017 04:50 PM IST | Updated on: Mar 06, 2017 04:50 PM IST

સિયોલ #નોર્થ કોરિયાએ સોમવારે ચાર બેલેસ્ટિક મિસાઇલ છોડી છે. સાઉથ કોરિયાના જોઇન્ટ ચીફ ઓઉ સ્ટાફ (જેસીએસ)એ નિવેદન જાહેર કર્યું છે કે, નોર્થ કોરિયાના ડોંગચાંગ રી લોંગ મિસાઇલ લોકેશન પાસે સવારે 7-36 કલાકે ચાર પ્રોજેક્ટાઇલ મિસાઇલ છોડવામાં આવી હતી. આ 1000 કિલોમીટર અંતર સુધી ગઇ હતી જેમાં ત્રણ જાપાની સમુદ્રમાં પડી હતી.

નિવેદન અનુસાર, અમારો અંદાજો છે કે નોર્થ કોરિયાએ ચાર બેલેસ્ટિક મિસાઇલ ફેંકી છે. આ મિસાઇલનું વિશ્લેષણ કરી રહ્યા છીએ કે તે કેવા પ્રકારની હતી. જોકે આ કામમાં ઘણો સમય થઇ શકે એમ છે.

નોર્થ કોરિયાએ છોડી ચાર બેલેસ્ટિક મિસાઇલ, ત્રણ જાપાનના સમુદ્રમાં પડી

ન્યૂઝ એજન્સી યોનહાપના અનુસાર, આ મિસાઇલને છોડાયા બાદ કાર્યવાહક રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન હવાંગ ક્યોઆહને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની બેઠક બોલાવાઇ હતી.

મિલિટ્રી ઓફિશિયલ્સએ સંભાવના વ્યક્ત કરી છે કે, છોડાયેલી આ પ્રોજેક્ટાઇલ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (આઇસીબીએમ) હોઇ શકે છે.   જાપાન મિનિસ્ટ્રીના મુખ્ય સચિવ યોશીહિદે સુગાએ કહ્યું કે, નોર્થ કોરિયા દ્વારા છોડાયેલી ચારમાંથી ત્રણ મિસાઇલ જાપાનના સ્પેશિયલ ઇકોનોમીક ઝોનમાં પડી હતી.

અહીં નોંધનિય છે કે, ડોનાલ્ડ ટ્રંપે 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ નોર્થ કોરિયાએ પહેલી વખત મિસાઇલનું પરિક્ષણ કર્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર