સુરતમાં નામ લીધા વગર નિતિન પટેલે કર્યા હાર્દિક પર પ્રહાર,શું કહ્યુ જાણો

Mar 05, 2017 11:45 AM IST | Updated on: Mar 05, 2017 11:45 AM IST

સુરતઃસુરતમાં શનિવારે ઉત્તર ગુજરાતના પાટીદારોના સન્માન કાર્યક્રમાં હાજર રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસનું નામ લીધા વગર આડકતરો વાર કર્યો હતો. પોતના બાળપણ અને યુવાને યાદ કરતા પટેલે કહ્યું હતું કે તે સમયે ઉત્તર ગુજરાતમાં માં વિકાસ થયો ન હતો. એટલે આપણે બહાર જવું પડ્યું હતું, જોકે હવે સમય બદલાયો છે. હવે જો આખા સમાજને મદદ કરવી હોય તો પહેલ જાતે સમૃદ્ધ થવું પડે, સાથે જ સરકારમાં આપના સમાજનો વ્યક્તિ હોવો જોઈએ.જો કામ કરાવવા હોય તો મદદ રૂપ થઈ શકાય છે.

nitin surat1

સુરતમાં નામ લીધા વગર નિતિન પટેલે કર્યા હાર્દિક પર પ્રહાર,શું કહ્યુ જાણો

હાર્દિકનું નામ લીધા વગર કહ્યું હતું કે આપણે કોઈ તોડવાવાળા નથી. પાટીદારો જોડાવવાળા છીએ. આપણે કોઈને હિસાબ આપવા વાળા નથી. આપણે તો હિસાબ મંગાવવાવાળા છીએ. નરોત્તમ પટેલના નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે હું નરોત્તમ ભાઈ કરતા 5 વર્ષ જૂનો રાજકારણમાં છું. 34 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યો હતો. પોતના શાંત સ્વભાવ વિષે કહ્યું હતું કે, હું શાંત નથી. વિધાનસભમાં જવાવ આપું છું. વિરોધીઓ પર નીતિન પટેલનો ટોણો મારત કહ્યું હતું કે રાવણ સીતા માતાને ઉપાડવા સાધુ બની આવ્યોતો અનેક લોકો આવશે તેમને ઓળખવાની જરૂર છે.

નરોત્તમ ભાઇ બોલ્યા- મને ત્યારે આંચકો લાગ્યો

સુરતમાં આયોજિત ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી નરોત્તમ પટેલની જીભ લપસી પડી હતી. નરોત્તમ પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી પદ માટે નીતિન પટેલનું નામ ચાલી રહ્યું હતું પરતું તેમણે સીએમ નહીં બનાતાવતા બધાને આંચકો લાગ્યો હતો. જોકે ઈટીવી સાથેને વાતચીતમાં તેમણે આ વાતનો ખુલાસો કર્યો હતો. તો સાથે 2017ની વિધાનસભાની ચૂંટણી તેઓ નહીં લડે તેવી જાહેરાત પણ કરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર