ઉત્તર ગુજરાતમાં બંધ હિંસક બન્યો, વિસનગર-બાપુનગર બસ સળગાવાઇ

Jun 08, 2017 02:49 PM IST | Updated on: Jun 08, 2017 02:49 PM IST

મહેસાણામાં કેતન પટેલના કસ્ટોડિયલ મોત બાદ આજે ઉત્તર ગુજરાતમાં પાટીદારોએ બંધનું એલાન કર્યું છે. ત્યારે કેટલીક જગ્યાએ આગચંપીના બનાવો પણ બન્યા છે. PAAS દ્વારા ઉત્તર ગુજરાત બંધનું એલાન અપાયું હતું.બંધના એલાન દરમિયાન બસ સળગાવાઈ છે. વિસનગર-કડા રોડ પર વિસનગર-બાપુનગર બસને આગ આપી દેવાતા બળીને ખાખ થઇ છે. પોલીસ ઘટનાસ્થળે પહોચી છે. જો કે કોઇ જાનહાની થવા પામી નથી.

siddhpur

ઉત્તર ગુજરાતમાં બંધ હિંસક બન્યો, વિસનગર-બાપુનગર બસ સળગાવાઇ

કેતનના પરિવારે ફરી પીએમની કરી માંગ,ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહી

મહેસાણા સબજેલમાં ચોરીના આરોપમાં રખાયેલા કાચાકામના કેદી કેતન પટેલનું જેલમાં શંકાસ્પદ મોત થતા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભારેલા અગ્ની જેવી સ્થીતીછે. પાટીદારોએ ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહી કરવા અડગ છે. અને કેતનના શવનું ફરી પીએમની માંગ કરી છે.

magukia

વકીલ બાબુ માંગુકિયાનું નિવેદન

'સરકાર સાથે વાટાઘાટો નહીં કરાય'

'સરકાર મુરખ બનાવીને લોલીપોપ આપે છે'

'સરકાર માગ સ્વીકારશે તો જ વાત થશે'

'સરકારના મધ્યસ્થી સાથે વાત નહીં થાય'

હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં 2 પાટીદારોની અટકાયત

15થી વધુ બાઈકો સાથે બંધ કરાવવા નીકળ્યા હતા

પોલીસે 2 પાટીદારોની અટકાયત કરી

હિંમતનગરના સહકારી જીન વિસ્તારને કર્યુ બંધ

પ્રદેશ કોંગ્રેસે પણ બંધને સમર્થન આપ્યું

પાટીદાર સમાજ અને કેતન પટેલના પરિવારજનોની માગ

હત્યાના આરોપીઓની ધરપકડ કરવામાં આવે

જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવામાં આવે

માગ ન સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે

મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પાટીદારોના ટોળા ઉમટ્યા

સાબરકાંઠાના હિંમતનગરમાં પાટીદારોની અટકાયત

દુકાનો બંધ કરાવવા જતા પાટીદારોની પોલીસે કરી અટકાયત

સાબરકાંઠા પાસ કન્વીનર સહિત 7થી વધુ લોકોની અટકાયત

વિજાપુરમાં બંધના એલાનને મીશ્ર પ્રતિસાદ

ટીબીથી હાઇવે વિસ્તાર સજ્જડ બંધ

ચક્કર ખત્રીકુવાના બજાર ચાલુ રહ્યા

કોંગ્રેસના ધારાસભ્ય પી.આઇ.પટેલે બંધને સમર્થન આપ્યું

અભીક પટેલે પાસના કાર્યકરો સાથે બાઇકરેલી કાઢી વિરોધ નોંધાવ્યો

બનાસકાંઠાના ધાનેરા ધારાસભ્ય જોઈતા પટેલની અટકાયત

પાટીદારોના સમર્થનમા હાઇવે ચક્કાજામ કર્યો હતો

ધાનેરામાં બજાર બંધ કરાવવા નીકળતા ધારાસભ્યની અટકાયત

પોલીસે ધારાસભ્ય સહિત 30 કાર્યકરોની અટકાયત કરી

ઉત્તર ગુજરાત બંધ પર ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાની પ્રતિક્રિયા

મહેસાણા કસ્ટોડિયલ ડેથની ઘટના દુઃખદઃ ભરત પંડ્યા

'સરકારે ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટને તપાસ સોંપી છે'

આ સંવેદના અને માનવતાનો વિષય છેઃ ભરત પંડ્યા

'કોંગ્રેસ આ મુદ્દે રાજકારણ કરવાનો પ્રયાસ ન કરે'

'કોંગ્રેસના બદ ઈરાદા ને જનતાએ જાકારો આપ્યો છે'

'ઉ. ગુજરાત, મહેસાણામાં જનજીવન રાબેતા મુજબ રાખવા બદલ જનતાનો આભાર'

સુચવેલા સમાચાર