ઓનલાઇન ટ્રેન ટિકિટ બુક કરાવતાં 30 જૂન સુધી નહીં લાગે સર્વિસ ચાર્જ

Apr 01, 2017 09:51 AM IST | Updated on: Apr 01, 2017 09:51 AM IST

નવી દિલ્હી #ઓનલાઇન ટ્રેન ટિકિટ બુક કરાવનારાઓ માટે એક ખુશ ખબરી છે. કેન્દ્ર સરકારે ટ્રેન ટ્કિટોની ઓનલાઇન બુકિંગ પર સર્વિંસ ટેક્સ માફ કર્યો છે. 30 જૂન સુધી આ ટેક્સ નહીં લેવાય,

નોટબંધી બાદ ડિજિટલ ચુકવણાને પ્રોત્સાહન આપવા માટે સરકારે ટિકિટોની ઓનલાઇન બુકિંગ પર સર્વિસ ચાર્જ 23 નવેમ્બર, 2016થી 31 માર્ચ 2017 સુધી માફ કર્યો હતો. પરંતુ હવે સરકારે આ સમય મર્યાદા વધારીને 30 જૂન કરી છે.

ઓનલાઇન ટ્રેન ટિકિટ બુક કરાવતાં 30 જૂન સુધી નહીં લાગે સર્વિસ ચાર્જ

રેલવે મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, સુચના અને પ્રોદ્યોગિકી મંત્રાલયે ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે રેલવેને આ નિર્દેશ આપ્યો છે. આઇઆરસીટીસીની સાઇટથી ઓનલાઇન ટિકિટ બુક કરાવતાં 20 રૂપિયાથી 40 રૂપિયા સુધી પ્રતિટિકિટ ચાર્જ લાગે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર