નીતીશકુમારે જીત્યો વિશ્વાસનો મત, 131 મત મળ્યાં

Jul 28, 2017 01:43 PM IST | Updated on: Jul 28, 2017 01:43 PM IST

પટણા: બિહારમાં મુખ્યપ્રધાન નીતીશકુમારના વડપણ હેઠળ એનડીએની નવી સરકાર આજે વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરીને પોતાની બહુમતી સાબિત કરી. નીતિશે આજે સવારે 11 વાગ્યે વિધાનસભામાં ભારે હોબાળા વચ્ચે બહુમત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિધાનસભામાં આશરે 2 કલાકની ચર્ચા બાદ તેમણે વિશ્વાસનો મત જીત્યો હતો. નીતિશની તરફેણમાં 131 મત અને વિરુદ્ધમાં 108 મત પડ્યા હતા.

આ બાજુ એનડીએ સાથે જવાના નીતિશકુમારના ફેસલા વિરુદ્ધ પાર્ટી જેડીયુમાં બળવાના સૂર જોવા મળ્યાં. ગુરુવારે પાર્ટીના રાજ્યસભા સાંસદ અલી અનવરે કહ્યું કે ભાજપ સાથે જવામાં તેમનો અંતરાત્મા સાથ આપતો નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા શરદ યાદવે પણ નારાજ છે એવા અહેવાલો છે. ગુરુવારે શરદ યાદવ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતાં. અને સાંજે જેડીયુના નારાજ નેતા દિલ્હીમાં શરદ યાદવના ઘરે જઈને મળ્યાં હતાં. ત્યારબાદ અલી અનવરે જો કે એવું પણ કહ્યું હતું કે પાર્ટીમાં હાલ બળવા જેવી કોઈ વાત નથી. ભાજપના નેતા અને કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ જેડીયુના નારાજ નેતા શરદ યાદવ સાથે ફોન પર વાત કરીને તેમને મનાવવાની કોશિશ કરી હતી.

નીતીશકુમારે જીત્યો વિશ્વાસનો મત, 131 મત મળ્યાં

પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે હુ આ પ્રસ્તાવના વિરોધમાં છું. રાજ્યની જનતાએ અમને બીજેપીના વિરોધમાં મત આપ્યા હતા. આ એક પ્રકારે લોકતંત્રની હત્યા છે. કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળે મળીને નીતીશ કુમારના અસ્તિત્વને બચાવ્યું હતું, નીતીશ કુમારે બિહારની જનતાના વિશ્વાસને દગો આપ્યો છે

સુચવેલા સમાચાર