કોંગ્રેસના કિનારા યાત્રા પર નીતિન પટેલનો ટોણો,-જમીન પર કોઇએ ન સ્વીકારી એટલે ડૂબવા જગ્યા શોધે છે

May 07, 2017 08:15 AM IST | Updated on: May 07, 2017 08:15 AM IST

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે શનિવારે વડોદરા મહાનગરપાલિકાના 65 કરોડના વિકાશ કામોનો શુભારમ અને ખાતમુર્હત કર્યા હતા. તેમજ વિવિધ કાર્યક્રમો માં હાજરી આપી હતી.નીતિન પટેલે ગુજરાતમાં ખેડૂતોની જ તુવેર ખરીદવામાં આવે છે અને કેન્દ્ર સરકારમાંથી 50 હજાર મેટ્રિક ટન તુવર ખરીદવાની મંજૂરી પણ મેળવી હોવાનું જણાવ્યું હતું અને કોઈ બહારનો વેપારી તુવેર ના ઘુસાડે તેની પણ સરકાર કાળજી રાખશે તેવું આશ્વાસન આપ્યું હતું.

 આ ઉપરાન્ત નીતિન પટેલે કોંગ્રેસની કિનારા યાત્રા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોગ્રેસને જમીન પર કોઈ સ્વીકારી નથી રહ્યું એટલે કોગ્રેસ દરિયામાં ડુબવા માટે જગ્યા શોધી રહી છે.

કોંગ્રેસના કિનારા યાત્રા પર નીતિન પટેલનો ટોણો,-જમીન પર કોઇએ ન સ્વીકારી એટલે ડૂબવા જગ્યા શોધે છે

ફી મુદ્દેની કમીટી અંગે વાલીઓને આશ્વાસન આપતા નીતીન પટેલે કહ્યું કે સરકાર જ બાળકોની વાલી છે અને સરકાર બાળકોને અન્યાય નહી થાય તેવી કાળજી રાખશે.

ફાઇલ તસવીર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર