નીતિન પટેલે જેલમાં પુરાવેલા પાટીદારોને મળવા માણસા પહોચ્યો હાર્દિક પટેલ

Jan 30, 2017 01:52 PM IST | Updated on: Jan 30, 2017 01:53 PM IST

ગાંધીનગરઃહાર્દિક પટેલ અને PAASની ટીમ આજે માણસા પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરાયેલા યુવાનોને મળશે. ડે.સીએમ નીતિન પટેલના કાર્યક્રમમાં હોબાળો કરી નિતિન પટેલને ભગાડ્યા હતા. ત્યાર બાદ 9 યુવકોની પોલીસે અટકાયત કરી હતી.આજે માણસા પોલીસ યુવાનોને કોર્ટમાં રજૂ કરશે.કોર્ટમાં રજૂ કર્યા બાદ આગામી કાર્યવાહી હાથ ધરાશે.

આજે હાર્દિક પટેલે માણસામાં નિવેદન આપ્યુ હતું કે,સામાજીક પ્રસંગોને રાજકીય મંચ ન બનાવે.સામાજીક પ્રસંગોને લઈ વડીલોને  અપીલ કરી હતી. અને યુવાનો સામેની ફરિયાદ પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી.

નીતિન પટેલે જેલમાં પુરાવેલા પાટીદારોને મળવા માણસા પહોચ્યો હાર્દિક પટેલ

નોધનીય છે કે, વિજાપુર નજીક વિહાર ચોકડી પાસે ગઇકાલે પાટીદાર સમાજના સમૂહલગ્નનું આયોજન કરાયું હતું જેમાં ડે.સીએમ નીતિન પટેલે સંબોધન કરે તે પહેલા જ વિરોધ કરાયો હતો. લાડોલમાં જિલ્લા ભાજપની કારોબારીમાં પાટીદારોને કોંગ્રેસની કઠપૂતળી કેમ કહ્યા હતા તેમ કહી યુવાનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

 ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર