અંબાજી-દાંતા માર્ગને ફોરલેન બનાવાશેઃનીતિન પટેલની જાહેરાત

Jan 16, 2017 12:35 PM IST | Updated on: Jan 16, 2017 12:35 PM IST

અંબાજીઃગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નિતિનભાઇ પટેલ રવિવારે સાજના સુમારે પોતાના પરીવાર સાથે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યાં હતા. જ્યાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર સાથે તેમનો સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને ત્યાર બાદ નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઇ પટેલ પોતાના પરીવાર સાથે માં અંબાની સંધ્યા આરતીનો લાભ લીધો હતો.

જ્યાં મંદિર નાં ભટ્ટજી મહારાજે કુંમકુંમ તિલક કરી ચુંદડી ઓઢાડી હતી અને મંદિર નાં વહીવટદાર આર.કે પટેલે માતાજી ની છબી અર્પણ કરી હતી. ત્યાર બાદ નિતિન પટેલ માતાજીની ગાદીની પણ મુલાકાત કરી હતી.જોકે આ પ્રસંગે તેમને ખાસ જણાવ્યુ હતુ કે અંબાજી આવતાં યાત્રીકોની સુવિધામાં વધારો થાય તે માટે કરોડો રૂપીયાના ખર્ચે અંબાજી-દાંતા માર્ગને ફોર લાઇન બનાવવા માટે ની સૌધ્ધાંતીક મંજુરીઓ પણ આપી દેવાઇ હોવાનું જણાવ્યુ હતુ. ને ટુંક સમયમાં જ તેની કામગીરી શરૂ કરાશે.જોકે આ પ્રસંગે હાર્દીક પટેલ બાબતે પુછેલાં પ્રશ્નો બાબતે જણાવ્યુ હતુ કે સરકાર તમામ સમાજને સાથે લઇ ચાલી રહી છે. અને તેનાં માટે માતાજી પાસે આશીર્વાદ માગ્યાં છે.

અંબાજી-દાંતા માર્ગને ફોરલેન બનાવાશેઃનીતિન પટેલની જાહેરાત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર