ઇરાન સંસદ પર આતંકીઓનો હુમલો, દરગાહ પર મહિલાનો ફિદાયીન હુમલો

Jun 07, 2017 01:39 PM IST | Updated on: Jun 07, 2017 01:39 PM IST

ઇરાનની સંસદ પર મોટો આતંકી હુમલો કરાયો છે. ત્રણ અજ્ઞાત બંધૂકધારીઓએ સંસદ પર હુમલો કર્યો છે. જેમાં 3 જણા ઘવાયા છે. ખબર અનુસાર ઇરાન સંસદની અંદર ફાયરિંગની જોરદાર અવાજ હજુ ચાલુ છે. જાણવા મળ્યા મુજબ આ આતંકી હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે. અને સાંસદોને બંધક બનાવાયા છે.

નોધનીય છે કે બંધૂકધારીએ કેટલાક લોકોને બંધક પણ બનાવ્યા છે. હુમલાખોર પાસે એકે 47 સીવાય હેન્ડ ગ્રેનેડ પણ છે. ઇરાનના ખુમૈની સ્મારક પર પણ આતંકી હુમલો કરાયો છે. અહી આત્મઘાતી હુમલો મહિલા દ્વારા કરાયો હતો. સ્થાનિક મીડિયા અનુસાર સુસાઇડ બોમ્બર એક મહિલા હતી. ખમૈનીની દરગાહમાં કુલ ત્રણ જણાએ હુમલો કર્યો હતો. જેમાં બેને સેનાએ જીવતા પકડ્યા છે. પરંતુ બાદમાં તેમાંથી એકએ સાયનાઇડ ખાઇને જીવ આપી દીધો છે.

ઇરાન સંસદ પર આતંકીઓનો હુમલો, દરગાહ પર મહિલાનો ફિદાયીન હુમલો

સુચવેલા સમાચાર