આતંકનો સાથ આપવાના આરોપમાં 4 દેશોએ કતર સાથે કાપ્યા સંબંધો, તેલની કિંમતમાં ઉછાળો

Jun 05, 2017 01:46 PM IST | Updated on: Jun 05, 2017 01:46 PM IST

સઉદી અરબ, બહેરીન, મિસ્ત્ર અને યુનાઇટેડ અરબ એમિરેટ્સએ ગલ્ફ અરબ સ્ટેટ કતર સાથે પોતાના ડિપ્લોમૈટિક સંબંદો કાપી નાખ્યા છે. સુદી અરબે કતર સાથેના તમામ પ્રકારના સમુદ્રી અને હવાઇ સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. આ દેશોએ કહ્યુ કે કતર ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા જેવા આતંકી સંગઠનોને સમર્થન કરે છે.

કતર 2022માં ફીફા વર્લ્ડકપની મેજબાની કરવાનું છે. અહી સૌથી વધુ ભારતીય પ્રવાસી નિવાસ કરે છે. ચાર દેશોના આ પગલા પછી ક્રુડ ઓઇલની કિંમતોમાં ઉછાળો થયો છે કતરે આ અંગે હાલ કોઇ ટિપ્પણી કરી નથી. સઉદી અરબ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવાયું છે કે, દેશના સામ્રાજ્યને બચાવવા આ પગલું ઉઠાવાયું છે. નિવેદનમાં કહ્યુ છે આ કદમ આતંકવાદ આતંકવાદને સમર્થન કરતા કતરના પ્રયાસો, યમનમાં અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકી સમુહોને સમર્થન આપવાને કારણે ઉઠાવાયું છે.

આતંકનો સાથ આપવાના આરોપમાં 4 દેશોએ કતર સાથે કાપ્યા સંબંધો, તેલની કિંમતમાં ઉછાળો

બેહરિને પોતાના દેશમાં રહેતા કતારના નાગરિકોને દેશ છોડવા માટે 14 દિવસન સમય આપ્યો છે. જ્યારે કતારના રાજદૂતોને 48 કલાકમાં બેહરિન છોડવાનું કહેવામાં આવ્યું છે.

સુચવેલા સમાચાર