ચીનનો દાવોઃદલાઇ લામાને કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ આપી રહ્યા છે આર્થિક મદદ

May 02, 2017 01:10 PM IST | Updated on: May 02, 2017 01:10 PM IST

ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીએ ખુલાસો કર્યો છે કે તેમના કેટલાક અધિકારી દલાઇ લામાને ફંડ આપી તેમની મદદ કરે છે જેથી અહી અલગાવવાદી તાકાતો સામે લડાઇ કમજોર થઇ છે.

સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલ અહેવાલ અનુસાર એક વરિષ્ઠ અધિકારીએ દલાઇ લામાને કથિત રીતે આર્થિક મદદ આપવાને લઇ પાર્ટીના કેટલાક અધિકારીઓ પર નિશાન સાધતા કહ્યુ કે આ રીતનો વ્યવહાર અલગાવવાદ સામે પાર્ટીની લડાઇને કમજોર કરે છે.

ચીનનો દાવોઃદલાઇ લામાને કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ આપી રહ્યા છે આર્થિક મદદ

તિબ્બટ સ્વાયત્ત ક્ષેત્રના અનુશાસન નીરીક્ષણ વિભાગના પ્રમુખ વાંગ યોગજુનને ટાંકીને અખબારમાં લખ્યુ કે પાર્ટીના કેટલાક અધિકારીઓએ મહત્વપુર્ણ રાજનીતિક મુદ્દાઓ અને દેશના અલગાવવાદ-રોધી સંઘર્ષને દરકિનાર કરી દીધો છે. સત્તારૂઢ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી(સીપીસી) સાથે જોડાયેલ અખબાર ગ્લોબલ ટાઇમ્સએ 2016માં જાહેર કરેલ રિપોર્ટને ટાંકયો છે જેમાં 2014માં પાર્ટીના 15 અધિકારીયોના તાર કથિત રીતે અવૈદ્ય વિદેશી અલગવાવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું કહેવાયું છે.

આમા લખાયુ છે કે સંગઠન દલાઇ લામાના લોકોને ગુપ્ત જાણકારી આપે છે અને અલગાવવાદી ગતિવીધિયોને ઉત્તેજા આપે છે. પહેલીવાર ચિનમાં સરકારી મિડિયાએ 1959માં દલાઇ લામાના ભારત આવ્યા પછી ચીની અધિકારીઓના તાર દલાઇ લામા સાથે જોડાયેલા હોવાનો ખુલાસો કર્યો છે.

સુચવેલા સમાચાર