IND Vs PAK ફાઇનલઃઆજે ખેલાડી જ નહી દર્શકો પણ બનાવશે રેકોર્ડ

Jun 18, 2017 11:00 AM IST | Updated on: Jun 18, 2017 11:00 AM IST

ભારત પાકિસ્તાન વચ્ચે આજે ચેમ્પિયન ટ્રોફીનો મહામુકાબલો યોજાવાનો છે. આ મેચ મહત્વની છે. બંને દેશના ક્રિકેટરોથી વધુ બંને દેશોના દર્શકો આ મેચ જોવા આતુર છે. આઇસીસીના અનુમાન મુજબ આ મેચ ક્રિકેટ ઇતિહાસનો ત્રીજો સૌથી વધુ જોવાતો મુકાબલો બની જશે.

આઇસીસીના અનુમાન અનુસાર આ મેચને દુનિયામાં 324 મિલિયન લોકો જોઇ શકે છે. આ પહેલા 2011વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા સેમિ ફાઇનલ મેચ 495 મિલિયન લોકોએ જોઇ હતી. જ્યારે ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલ મેચ 558 મિલિયન લોકો દ્વારા જોવાઇ હતી.

IND Vs PAK ફાઇનલઃઆજે ખેલાડી જ નહી દર્શકો પણ બનાવશે રેકોર્ડ

આ સિવાય કેટલીક અન્ય બાબત છે જે ભારત-પાકિસ્તાન વચ્ચે થનારા આ મેચ પર ખાસ રહેશે. ભારત અને પાકિસ્તાન 10 વર્ષ પછી ટુર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં આમને-સામને છે.

સુચવેલા સમાચાર