CT17: સટ્ટા બજારમાં મહામુકાબલા પર લાગ્યા 2000 કરોડ, ભારતનું પલ્લુ ભારે

Jun 17, 2017 09:59 AM IST | Updated on: Jun 17, 2017 10:10 AM IST

રવિવારે લંડના ઓવલ ગ્રાઉન્ડમાં ચેમ્પિયન ટ્રોફીનો મહામુકાબલો પાકિસ્તાન અને ભારત વચ્ચે થવાનો છે. આ મેચનો દર્શકો રાહ જોઇ રહ્યા છે ત્યારે સટ્ટા બજાર પણ ગરમ છે.

નોધનીય છે કે,10 વર્ષ પછી ટુર્નામેન્ટની ફાઇનલમાંભારત અને પાકિસ્તાન આમને સામને આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના આ મુકાબલા પર 2000 કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો હોવાનું અનુમાન છે.

CT17: સટ્ટા બજારમાં મહામુકાબલા પર લાગ્યા 2000 કરોડ, ભારતનું પલ્લુ ભારે

સટ્ટા બજારમાં ભારતની જીનો ભાવ 1.48 પૈસા જ્યારે પાકિસ્તાનનો 1.58 પૈસા ચાલી રહ્યા છે. નોધનીય છે કે સટ્ટા બજારમાં જેનો ભાવ જેટલો ઓછો હોય છે તેટલો જ તે જીતનો વધુ દાવેદાર બમનાય છે. આંતરરાષ્ટ્રીય સટ્ટા બજારમાં ભારતનું પલ્લુ ભારે જોવા મળી રહ્યુ છે.

ચેમ્પિયન ટ્રોફીના ફાઇનલ મુકાબલા પહેલા પાકિસ્તાનના પુર્વ ખેલાડી આમિર સોહેલે ફિક્સિગ બમ ફોડ્યો છે. તેમણે ઇસારો-ઇશારોમાં મેચ ફિક્સિગનો આરોપ મુક્યો છે. પાકિસ્તાનના એક ન્યુઝ ચેનલને કહ્યુ કે તેઓ જાણે છે પાકિસ્તાની ટીમ કેવી રીતે ફાઇનલમાં પહોચી છે. આમિર સોહેલએ ટીમના કેપ્ટન સરફરાજ અહેમદને પોતાના પગ જમીન પર જ રાખવાની સલાહ આપી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે ચેમ્પિયન ટ્રોફીનો મુકાબલો થવા જઇ રહ્યો છે. આ ટુર્નામેન્ટના પહેલા મેચમાં ભારતે પાકિસ્તાનને 124 રનોથી હરાવ્યુ છે.જો કે બાગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ જેવી મજબુત ટીમોને હરાવી પાકિસ્તાન ફાઇનલમાં જગ્યા બનાવી છે.

સુચવેલા સમાચાર