AAPના વિશ્વસનીય સુત્રનો દાવો, દિલ્હીમાં 3 દિવસમાં CM બદલાશે!

May 02, 2017 04:41 PM IST | Updated on: May 02, 2017 06:10 PM IST

AAPના વિશ્વસનીય સુત્રનો દાવો છે કે કુમાર વિશ્વાસથી અમુક ધારાસભ્યો મળ્યા છે. અને દિલ્હીના સીએમ 3 દિવસમાં બદલાઇ શકે છે. આમ આદમી પાર્ટી(આપ)ના નેતા કુમાર વિશ્વાસના ઘરે એક મહત્વની બેઠક ચાલી રહી છે. બેઠકમાં લગભગ આપના 6 ધારાસભ્યો સામેલ હતા. બેઠક બપોરે એક વાગ્યાથી એકધારી ચાલી રહી છે. બેઠક દરમિયાન અમાનતઉલ્લાને પાર્ટીથી બહાર કરવા અંગે ચર્ચા થઇ રહી હતી. સુત્રોના જણાવ્યા મુજબ આપના એક મોટા નેતાએ દાવો કર્યો કે 3 દિવસની અંદર દિલ્હીના મુખ્યમંત્રી બદલી દેવાશે.

aap-11

AAPના વિશ્વસનીય સુત્રનો દાવો, દિલ્હીમાં 3 દિવસમાં CM બદલાશે!

આ વચ્ચે કુમાર વિશ્વાસે એક ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યુ કે સોરી બોસ,પુરાને પૈતરી નહી ચલેગે. સત્યમેવ જયતે. આ વચ્ચે વિશ્વાસને મળેલા ધારાસભ્યોનો દાવો છે કે ત્રણ દિવસમાં મુખ્યમંત્રી બદલી દેવાશે. પાર્ટીમાં વધતી તકરારને જોતા આપએ સાજે સાંત વાગ્યે બોલાવેલી પીએસીની બેઠક રદ કરી દીધી છે.

સુત્રોનું માનીએ તો કુમાર વિશ્વાસ પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે પોતાના ઘર સેક્ટર-3,વસુંધરા, ગાજિયાબાદમાં બેઠક કરી છે. બેઠકમાં ધારાસભ્ય ભાવના ગૌડ,રાજેશ, મનોજ કૌડલી,રાજુ ધીંગરા વગેરે હાજર છે.

સુત્રોનું કહેવું છે બેઠક પછી સાંજ સુધીમાં કુમાર વિશ્વાસના સમર્થકો કોઇ મોટો નિર્ણય કરી શકે છે.

આ ઘટના પછી મામલાએ પકડ્યો રંગ

આપના ધારાસભ્ય અમાનતઉલ્લાએ કુમાર વિશ્વાસ પર આરોપ લગાવ્યો હતો કે તે ભાજપના ઇસારે કામ કરી રહ્યા છે જે પછી કુમાર વિશ્વાસ જુથથી ધારાસભ્યોએ મોરચો માડ્યો હતો. નાટકીય ઘટનાક્રમ વચ્ચે સોમવારે મોડી રાતે ધારાસભ્યએ પીએસીથી રાજીનામું ધરી દીધુ હતું. પરંતુ કુમાર જુથ ફક્ત પીએસીથી રાજીનામું લઇને સંતુષ્ટ થયું નથી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર