કશ્મીરના કાજીગુંડમાં સેનાના કાફલા પર હુમલો, બે જવાન શહીદ

Jun 03, 2017 04:08 PM IST | Updated on: Jun 03, 2017 04:08 PM IST

કશ્મીરના અનંતનાગમાં કાજીગુંડમાં આતંકિયોએ સેનાના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલામાં બે જવાન શહીદ થઇ ગયા છે જ્યારે 4 ગંભીર રૂપથી ઘાયલ થયા છે. ઘાયલ જવાનોમાં એકની હાલત ગંભીર બતાવાય છે. આતંકિયોએ કાફલા પર લોઅર મુંડા ટોલ પોસ્ટ પાસે હુમલો કર્યો હતો.

હુમલા પછી સુરક્ષાબળોએ મોર્ચો સંભાળી લીધો છે. અને આખા વિસ્તારને ઘેરી લીધો છે. જ્યારે ઘાયલ જવાનોને હોસ્પિટલ પહોચાડાયા છે. હુમલા કરનારા આતંકિયોની શોધખોળ ચાલુ છે.

કશ્મીરના કાજીગુંડમાં સેનાના કાફલા પર હુમલો, બે જવાન શહીદ

એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, જવાન દક્ષિણ કશ્મીરના કાજીગુંડ વિસ્તારમાં જોકિ અનંતનાગ જિલ્લામાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આતંકિયોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ છ જવાનો ઘાયલ થવાના અહેવાલ છે.

જ્યારે સવારે કશ્મીરના કૃષ્ણા ઘાટીમાં એલઓસી પાસે પાકિસ્તાન તરફથી સવારથી જ ફાયરિંગ ચાલુ છે. ભારતીય સેનાની મજબુતીથી સીઝ ફાયર ઉલ્લંઘનનો જવાબ આપી રહી છે.

સેનાએ જણાવ્યુ કે ઘાયલ જવાનોને એક હોસ્પિટલમાં લઇ જવાયા છે અને હુમલા કરવાવાળા આતંકિયોને પકડવા શોધખોળ ચાલુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર