કુમાર વિશ્વાસ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર-‘ભાજપા કા યાર હૈ, કવિ નહીં ગદ્દાર હૈ’

Jun 17, 2017 10:53 AM IST | Updated on: Jun 17, 2017 10:53 AM IST

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર આપના કદાવર નેતા અને કવિ કુમાર વિશ્વાસ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરમાં કુમારને ગદ્દાર અને વિશ્વાસઘાતી ગણાવાયો છે. અને પાર્ટીમાંથી બરતરફ કરવાની માંગ કરાઇ છે. પોસ્ટરમાં વિશ્વાસને ‘ભાજપા કા યાર હૈ, કવિ નહીં ગદ્દાર હૈ’ કહેવાયો છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયુ કે પોસ્ટર કોણે લગાવ્યા છે. જો કે પોસ્ટર લગાવવા વાળા દિલીપ પાંડેનો આભાર વ્યક્ત કરાયો છે કે તેઓ વિશ્વાસનો સાચો ચહેરો સામે લાગ્યા છે.

postar kumar1

કુમાર વિશ્વાસ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર-‘ભાજપા કા યાર હૈ, કવિ નહીં ગદ્દાર હૈ’

પોસ્ટરમાં વિશ્વાસ પર આરોપ લગાવ્યો છે કે તે છીપ-છીપને વાર કરે છે તેમને પાર્ટીથી બહાર કરી દેવો જોઇએ.નોધનીય છે કે આમ આદમી પાર્ટીમાં હવે કુમાર વિશ્વાસની વિશ્વસનીયતાને લઇ લગાતાર સવાલો ઉઠી રહ્યા છે. જે દિલીપ પાંડેનો આભાર વ્યક્ત કરાયો તે આપ નેતા છે. અને વિશ્વાસ આપના રાજસ્થાન પ્રભારી છે. ગત દિવસોમાં તેમણે કહ્યુ હતું કે રાજસ્થાનમાં તે વસુંધરા રાજે પર અંગત વિરોધ નહી કરે , તે સરકારનો વિરોધ કરશે. આ નિવેદન પર પાંડેએ સવાલ ઉઠાવ્યા હતા કે વિશ્વાસ પાર્ટીઓ પર વિરોધ કરવા પર પિક એન્ડ ચુજની રણનીતિ કેમ અપનાવે છે?

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર