J&K: પુલવામાં PDP નેતા અબ્દુલ ગનીની આતંકીઓએ ગોળી મારી કરી હત્યા

Apr 24, 2017 04:14 PM IST | Updated on: Apr 24, 2017 04:14 PM IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં PDP નેતાના ઘરે આતંકી હુમલો થયો છે. PDP જિલ્લાધ્યક્ષ અબ્દુલ ગનીની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે.આ હુમલો દક્ષિણી કશ્મીરના પુલવામાં આતંકીયોએ કર્યો હતો. હુમલામાં ગની ગંભીર રીતે ઘવાયો હતો. બાદમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. નોધનીય છે કે છેલ્લા બે સપ્તાહથી પીડીપી નેતાઓ પર હુમલાનો આ ત્રીજો બનાવ છે. અબ્દુલ ગની વકીલ પુલવામાં પીડીપીનો જિલ્લા અધ્યક્ષ હતો.વર્ષ 2014માં અબ્દુલ ગની ડારે પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) જોઈન કરી હતી.  આ પહેલા તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને અનેક મહત્વપૂર્ણ પદો પર રહ્યા હતા.

ગનીના મોત પર રામ માધવે દુખ વ્યક્ત કર્યું

J&K: પુલવામાં PDP નેતા અબ્દુલ ગનીની આતંકીઓએ ગોળી મારી કરી હત્યા

બીજેપીના જમ્મુ-કશ્મીરના પ્રભારી રામ માધવે પીડીપી નેતા ગનીના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ આતંકિયો સામે સખત કદમ ઉઠાવવાનો સમય આવી ગયો છે.

નોધનીય છે કે, આ પહેલા જ આજે મહેબૂબા મુફ્તીએ કશ્મીરના બદડેલા હાલાત પર ચર્ચા માટે પીએમ મોદી અને રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી.કાશ્મીરની સ્થિતિ મામલે ચર્ચા કરી હતી. પથ્થરબાજી મામલે પણ ચર્ચા કરી હતી.

મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે,પથ્થરબાજી માટે ઉશ્કેરવામાં આવે છે.એવો માહોલ બનાવવામાં આવે જ્યાં વિકાસ-ચર્ચા શક્ય હોય.વાજપેયીજીની નીતિથી જ કાશ્મીરનો ઉકેલ આવશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર