ભારતની હાર પર આતશબાજી કરનારાઓને વિશ્વાસે પુછ્યુ-દફન થવા પાકિસ્તાન જશો!

Jun 20, 2017 10:23 AM IST | Updated on: Jun 20, 2017 10:23 AM IST

ચેમ્પિયન ટ્રોફીની રવિવારે ખેલાડેયી ફાઇનલ મેચમાં પાકિસ્તાનની ભારત પર જીત પછી ભારતીય ચાહકોનો ગુસ્સો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો. ભારતીય ફેન્સએ એ લોકોને આડેહાથ લીધા જો ભારતની હારનો કથિત રુપથી આનંદ મનાવી રહ્યા હતા અને આતશબાજી કરી ફટાકડા ફોડી રહ્યા હતા.

આ જ ક્રમમાં આમ આદમી પાર્ટીને નેતા ડો.કુમાર વિશ્વાસે પણ એ લોકોને બરાબરના આડેહાથ લીધા હતા જે લોકો ભારતની હાર પર ફડાકડા ફોડી રહ્યા હતા. કુમાર વિશ્વાસે એવા લોકોને સવાલ કર્યો કે શું તમે મર્યા પછી દફન થવા પાકિસ્તાન જશો.

ભારતની હાર પર આતશબાજી કરનારાઓને વિશ્વાસે પુછ્યુ-દફન થવા પાકિસ્તાન જશો!

કુવાર વિશ્વાસે પોતાના ટ્વિટર હેડલથી ટ્વીટ કરી કહ્યુ કે ભારતની હાર પર ફટાકડા ફોડનારાઓ જાહિલ મર્યા પછી દફન થવા પાકિસ્તાન જશે કે અહી જ વતનની માટીમાં કિડા ફેલાવશે?

નોધનીય છે કે આખો વિવાદની શરૂઆત કશ્મીરના અલગાવવાદી નેતા મીરવાઇજ ફારૂકના એ ટ્વીટથી થયો જેમાં તે ભારતની હાર પછી ફટાકડા ફોડવા અને ઇદ મનાવવાની વાત કરતો હતો.

મીરવાઇજે ભારતની હાર પછી ટ્વિટ કર્યુ હતું કે ચારે બાજુ ફટાકડા ફુટી રહ્યા છે, એવું લાગી રહ્યુ છે કે ઇદ જલ્દી આવી ગઇ. સારી ટીમને નામ આજનો દિવસ. પાકિસ્તાનને જીતની શુભકામના.

ક્રિકેટર ગંભીરે પણ આ ટ્વિટનો જવાબ આપતા કહ્યુ હતું કે બોર્ડર પાર જઇને ઇદ મનવો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર