ઉઝમાએ વંદન કરી ભારતમાં મુક્યો પગ,પાકિસ્તાનમાં બળજબરીથી કરી દેવાયા હતા નિકાહ

May 25, 2017 03:04 PM IST | Updated on: May 25, 2017 03:04 PM IST

પાકિસ્તાની વ્યક્તિ સાથે બળજબરીથી નિકાહ કરાવાયાનો આરોપ લગાવનાર ભારતીય નાગરિક ઉઝમા ગુરુવારે ભારત પરત ફરી છે. વાઘા બોર્ડર પરથી ભારતમાં પહોચતા તેણે પહેલા વંદન કર્યા હતા. વિદેશ મંત્રી સુષમાએ ઉઝમાને ભારતની દિકરી કહી ઘર વાપસીનું સ્વાગત કર્યું હતું. સુષમાએ ટ્વીટ કર્યુ કે તમને જે પરિસ્થીતીથી પસાર થવું પડ્યુ તેનુ મને દુઃખ છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઉઝમાને ભારત જવાની મંજૂરી આપી દીધી હતી. જસ્ટિસ મોહસિનના નેતૃત્વવાળી ઇસ્લામાબાદ હાઇકોર્ટની બેચમાં ઉઝમાના અસલી ઇમીગ્રીશન ફોર્મ પણ પરત કર્યુ છે. આ ફોર્મ ઉઝમાના પતિ તાહિરે હાઇકોર્ટમાં સોપ્યુ હતું. કોર્ટએ ઉઝમાને વાઘા બોર્ડર પાર કરે ત્યા સુધી પોલીસ સુરક્ષા આપવાનો આદેશ પણ કર્યો હતો.

ઉઝમાએ વંદન કરી ભારતમાં મુક્યો પગ,પાકિસ્તાનમાં બળજબરીથી કરી દેવાયા હતા નિકાહ

આ પહેલા ઉઝમાએ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં 19 મેના છ પેજનું એક આરોપનામું દાખલ કર્યું હતું. જેમાં લખ્યુ હતું કે ,તાહિર સાથે નિકાહનામા પર જબરજસ્તીથી સઇ કરાવાઇ છે. તાહિર દ્વારા પેશ કરાયેલુ નિકાહનામું ખોટુ છે અને 30 મેના દિવસે વિઝા પુરા થાય છે તો તેના આધારે ભારત જવાની મંજૂરી આપો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર