UK ચુંટણીઃથેરેસા માટે તૈયાર કરાયું છે આ હિન્દી ગીત

Jun 06, 2017 10:11 AM IST | Updated on: Jun 06, 2017 10:11 AM IST

બ્રિટનમાં 8 જુને સામાન્ય ચુંટણીઓ યોજાવાની છે. દુનિયાની નજર આ ચુંટણી પર છે. અહી કંજર્વેટિવ પાર્ટી(જેને ટોરી પણ કહેવાય છે) અને લેબર પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર છે.બ્રિટેનની કમાન પ્રધાનમંત્રી થેરેસાના હાથમાં છે જેણે બ્રેક્જિટ પછી ડેવિડ કેમરન દ્વારા રાજીનામું અપાયા પછી આ પદ સંભાળ્યુ છે. તેને આ પદ ગ્રહણ કરીને પાંચ વર્ષ સ્થાઇ સરકાર આપવાનો વાયદો કર્યો છે. પરંતુ અચાનક આ વર્ષે એપ્રિલમાં તેમણે ચુંટણી કરવાની ઘોષણા કરી હતી.

તેમનું કહેવું છે બ્રેક્જિટ પછી રાજનીતીક સ્થિરતા વધુ મજબુત કરવા બહુમતની જરૂર છે.

UK ચુંટણીઃથેરેસા માટે તૈયાર કરાયું છે આ હિન્દી ગીત

લેબર પાર્ટી દ્વારા જેરેમી કોર્બનને કમાન સોપાઇ છે. જ્યારે કંજર્વેટિવ માટે થેરેસામાં ચેહરો બની છે. આવામાં સોશ્યલ મીડિયા પર પણ બંને પાર્ટિઓ માટે અભિયાન ચાલી રહ્યુ છે. ભારત અને અન્ય દેશો તરફથી ટ્વિટર પર વાયરલ કૈપેનની જડી લાગી છે.

જેમાં એક દિલચસ્પ યુટ્યુબ વિડિયો Conservative Friends of India દ્વારા બનાવાયો છે જેમાં એક હિન્દી ગીત દ્વારા થેરેસાને સમર્થન આપવા અપીલ કરાઇ રહી છે.

નોધનીય છે કે લગભગ 16 લાખ બ્રિટિશ ભારતીયોના વોટ યુકે ચુંટણીમાં બહુ મહત્વના છે. ઘણી નાની સીટો પર મહત્વના છે.

સુચવેલા સમાચાર