મંદસૌર ગોળીબારઃ 6 ખેડૂતોના મોત બાદ આક્રોશ,આજે મધ્ય પ્રદેશ બંધ,રાહુલ ગાંધી પહોચી શકે છે

Jun 07, 2017 08:51 AM IST | Updated on: Jun 07, 2017 08:51 AM IST

મધ્યપ્રદેશના મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં છ ખેડૂતોના મોત બાદ ભારતીય કિસાન મજદૂર સંઘે બુધવારે એમપી બંધનું એલાન કર્યુ છે. બંધનો પ્રદેશના માલવા અંચલના મંદસૌર, નીમચ, રતલામ સિવાય રાજ્યના કેટલાય જિલ્લામાં વ્યાપક અસર જોવા મળી રહી છે. કહેવાય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ મંદસૌર પહોચી શકે છે. આજે આ ઘટના પર રાજનીતી વધુ ગરમાય તેવી આશંકા છે.

edbf18c8ec047c39f484f37ebe6808cb

મંદસૌર ગોળીબારઃ 6 ખેડૂતોના મોત બાદ આક્રોશ,આજે મધ્ય પ્રદેશ બંધ,રાહુલ ગાંધી પહોચી શકે છે

આ ઘટના પછી જિલ્લા પ્રશાસનને તણાવગ્રસ્ત પિપલિયામંડી વિસ્તારમાં કર્ફ્યુ લગાવ્યો છે.મંદસૌરમાં ખેડૂતો પર ગોળીબારના વિરોધમાં હરદા જિલ્લો સંપુર્ણ બંધ છે, સેકડો ખેડૂતો રસ્તા પર ઉતરી પ્રદર્શન કરી દુકાનો બંધ કરાવી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંદસૌરની ઘટના પર બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે.

સુચવેલા સમાચાર