અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની તબિયત નાજુક,હોસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ

Apr 29, 2017 08:26 AM IST | Updated on: Apr 29, 2017 10:29 AM IST

ભારતનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ દાઉદ ઇબ્રાહિ્મને પાકિસ્તાનના કરાચીમાં હાર્ટ એટેક આવ્યા હોવાના અહેવાલ છે. તેની હાલત ખુબ ગંભીર બતાવાય છે. સુત્રોનું માનીએ તો દાઉદ કરાચીની એક હોસ્પિટલમાં વેલ્ટિનેટર પર રખાયો છે. જો કે છોટા શકીલએ દાઉદની બિમારીની ખબરોનું ખંડન કર્યુ છે. તેણે કહ્યુ દાઉદ ઇબ્રાહિમ બીલકુલ ઠીક છે.

સુત્રોના કહેવા અનુસાર દાઉદને બ્રેન ટ્યુમર થઇ ગયું છે અને પાકિસ્તાનના એક નામાકિંત ડોક્ટરએ તેનુ ઓપરેશન કર્યુ હતું. જો કે ઓપરેશન ફેલ રહ્યુ છે.

રિપોર્ટસ અનુસાર દાઉદનું ઓપરેશન 22 એપ્રીલે કરાચીમાં થયુ હતું ઓપરેશન ફેલ રહ્યા બાદ મશીનના શહારે તેને જીવતો રખાયો છે. મીડિયા રીપોર્ટમાં પણ બતાવાયું કે દાઉદની હાલત નાજુક છે તે જાણકારી મુંબઇમાં ઘરવાળાઓને અપાઇ છે જો કે હજુ આ અંગે અધિકારીક પુષ્ટી નથી થઇ શકી.

સુત્રોનું કહેવું છે કે 20 દિવસ પહેલા દાઉદને લકવાનો એટેક આવ્યો હતો. પછી શરીરનો ડાબો ભાગને અસર થઇ હતી.

નોધનીય છે કે 61 વર્ષીય દાઉદ ઇબ્રાહીમ 1993માં મુંબઇમાં કરાયેલા બોમ્બ ધડાકાનો મુખ્ય આરોપી છે. આ મુંબઇના બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા.

સુચવેલા સમાચાર