દિલ્હીની રાજૌરી ગાર્ડન સીટ બીજેપીએ જીતી,AAPની ડિપોઝીટ ઝપ્ત

Apr 13, 2017 10:11 AM IST | Updated on: Apr 13, 2017 02:45 PM IST

દિલ્હીની રાજૌરી ગાર્ડન સીટ બીજેપીએ જીતી લીધી છે જ્યારે અહી ત્રીજા નંબરે રહેલી AAPની ડિપોઝીટ ઝપ્ત થઇ છે.દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ હાર સ્વિકારતા કહ્યુ હતું કેઆગામી ચૂંટણી માટે તૈયારી કરીશું.જનતા માટે ફરીથી કામ કરીશું.

delhi_new

8 રાજ્યોની 10 વિધાનસભા સીટ પરપેટાચૂંટણીની  મતગણતરી ચાલી રહી છે. જેમાં દિલ્હીમાં રાજીવ ગાર્ડનની ઉપ ચુંટણીમાં લગભગ 16 લાખ મતદારો છે. અહી બીજેપી-અકાલી દળના ઉમેદવાર મનજિદર સિરસા 10 હજાર વોટોથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ બીજા નંબરે જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજા નંબર પર છે. ત્યારે બીજી તરફ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ઉપચુંટણીમાં હાર માની લેતા કહ્યુ કે આવનારી ચુંટણીમાં હવે ધ્યાન આપીશું. ત્યારે અત્યાર સુધી દેશની 10 વિધાનસભા સીટની પેટા ચુંટણીમાં 7 પર બીજેપી અને 3 પર કોંગ્રેસ આગળ છે.

નોધનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર જોવા મળે છે. 10માંથી 6 બેઠકો પર ભાજપ અને 3 પર કોંગ્રેસ આગળ છે. 9 એપ્રિલે પેટા ચુંટણીનું મતદાન યોજાયું હતું. આજે મતગણતરી શરૂ કરાઇ છે.

આ અગાઉ સવારથી ગણતરી ચાલુ થઇ ત્યારે દિલ્હીની રાજૌરી ગાર્ડન સીટ પર ભાજપ-અકાલી દળ આગળ છે. મધ્યપ્રદેશની બાંધવગઢ બેઠક પર ભાજપ આગળ છે.રાજસ્થાનની ધૌલપુર બેઠક પર પણ ભાજપ આગળ છે.આસામની ઘીમાજી સીટ પર ભાજપ આગળ છે.

જ્યારે મધ્યપ્રદેશની અટેર સીટ પર કોંગ્રેસ આગળ છે. હિમાચલપ્રદેશની ભોરંજ સીટ પર ભાજપ આગળ છે. કર્ણાટકની નંજનગુડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર આગળ છે. પ.બંગાળની કાંઠી દક્ષિણ બેઠક પર TMC આગળ છે. ઝારખંડની લિટ્ટીપાડા સીટ પર JMM આગળ છે.

વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ

દિલ્હીની રાજૌરીગાર્ડન સીટ પર ભાજપ-અકાલીદળનો વિજય

રાજૌરી ગાર્ડન સીટ પર મનજિંદરસિંહનો વિજય

રાજૌરી ગાર્ડન સીટ પર AAP ઉમેદવારની ડિપોઝીટ જપ્ત

MCD ચૂંટણી પહેલા AAPને ઝટકો

વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ

હિમાચલપ્રદેશની ભોરંજ સીટ પર ભાજપનો વિજય,ભાજપના ઉમેદવાર અનિલ ધીમાનની થઈ જીત

કર્ણાટકની ગુંડલપેટ સીટ પર કોંગ્રેસનો વિજય

પ.બંગાળની કાંઠી દક્ષિણ બેઠક પર TMCની જીત,TMના ચંદ્રિમા ભટ્ટાચાર્યનો થયો વિજય

મધ્યપ્રદેશની બાંધવગઢ બેઠક પર ભાજપની જીત,ભાજપના શિવનારાયણસિંહનો થયો વિજય

8 રાજ્યોની 10 વિધાનસભા સીટ પર મતગણતરી

મધ્યપ્રદેશની અટેર વિધાનસભાની પેટાચૂંટણી

ત્રીજા રાઉન્ડની મતગણતરી અટકી

અંગદપુરા બૂથ-1માં EVMમાં સહીમાં અંતર

કોંગ્રેસે ગડબડી હોવાનો આરોપ લગાવ્યો

અધિકારીઓ સમજાવવામાં લાગ્યા

વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ

દિલ્હીની પેટાચૂંટણીમાં AAPએ હાર સ્વીકારી

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાનું નિવેદન

આગામી ચૂંટણી માટે તૈયારી કરીશું: મનિષ સિસોદીયા

જનતા માટે ફરીથી કામ કરીશું: મનિષ સિસોદીયા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર