દિલ્હી મંત્રી મંડળમાંથી આપના ધારાસભ્ય કમિલ મિશ્રાની હકાલપટ્ટી, કર્યો મોટા ખુલાસાની જાહેરાત

May 06, 2017 09:16 PM IST | Updated on: May 07, 2017 08:49 AM IST

દિલ્હી સરકારમાં પર્યટન અને જળ વિભાગના મંત્રી કપીલ મિશ્રાને શનિવારે પોતાના પદ પરથી હટાવી દેવાયા છે. આ સાતે દિલ્હી જળ બોર્ડના અધ્યક્ષ પદેથી પણ હટાવી દેવાયા છે.

કેજરીવાલ સરકારએ કૈલાસ ગહેલોત અને રાજેન્દ્ર ગૌતમને તેમની જગ્યાએ મંત્રી મંડળમાં જગ્યા આપી છે. નોધનીય છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કપિલ મીશ્રાર, પાર્ટીના રાજસ્થાન પ્રભારી કુમાર વિશ્વાસના નજીકના મનાય છે.

દિલ્હી મંત્રી મંડળમાંથી આપના ધારાસભ્ય કમિલ મિશ્રાની હકાલપટ્ટી, કર્યો મોટા ખુલાસાની જાહેરાત

નોધનીય છે કે આમ આદમી પાર્ટીમાં ગત દિવસોમાં કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ઝઘડાની ખબરો આવી હતી. આપ વિધાયક અમાનતુલ્લા ખાનએ વિશ્વાસ પર બીજેપીનો એજન્ટ હોવાની અને પાર્ટી પર નિયંત્રણ બનાવવાનો પ્રયાસનો આરોપ કર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર